Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર તાજા સમાચાર

કુલભૂષણ જાધવને મુક્ત કરવા પાક.ને ભારતનો અનુરોધ

ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનર ગૌતમ બંબાવાલે પાકિસ્તાનના વિદેશ સચિવ તહમીના જંજુવાને મળ્યા છે અને જાસૂસી બદલ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે સત્તાવાર રીતે અપીલ દાખલ કરી દીધી છે. કુલભૂષણ યાદવને છોડી મુકવાની માંગ કરીને ભારત દ્વારા આ અપીલ કરવામાં આવી છે. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા બંબાવાલાએ કહ્યું હતું કે અમે અપીલ કરી ચુક્યા છીએ અને એવી ઈચ્છા રાખી રહ્યા છીએ કે કુલભૂષણ જાધવને શક્ય તેટલી વહેલીતકે છોડી મુકવામાં આવે. પાકિસ્તાનના કાયદા મુજબ સજા કરવામાં આવ્યાના ૪૦ દિવસની અંદર ફાઈલ કરવામાં આવી શકે છે. ૧૦મી એપ્રિલના દિવસે જાસૂસીના આરોપસર પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ અપીલ કોર્ટ ઓફ અપીલમાં પાકિસ્તાન આર્મી એક્ટ કલમ ૧૩૩ (બી) હેઠળ દાખલ કરવામાં આવી છે. બેઠક દરમિયાન પાકિસ્તાનના વિદેશ સચિવને રજુઆત પણ કરવામાં આવી હતી. બંબાવાલાએ કુલભૂષણ જાધવને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાકે ૪૬ વર્ષીય જાધવને મળવાની મંજુરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સેનાએ આવી કોઈ તકને સ્વીકારવા હાલમાં તૈયારી દર્શાવી નથી. જંજુવા સાથેની અગાઉની બેઠક દરમિયાન બંબાવાલેએ લશ્કરી ટ્રિબ્યુનલના ચુકાદાની પ્રમાણિત નકલ અને આરોપોની યાદી સુપરત કરવા માટે કહ્યું હતું. આ પ્રકારની યાદી આપવાનો પણ પાકિસ્તાને હાલમાં ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદામાં માનવતાના આધાર ઉપર જાધવને મળવાની ઇચ્છા રાખે છે. બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જાધવના ટ્રાયલના ગાળા દરમિયાન જ્યુડિશિયલ પ્રક્રિયાને ટાળવામાં આવી હતી. સંબંધિત કાયદા મુજબ વકીલ પણ આપવામાં આવ્યો છે.

Related posts

मायावती के सरकारी बंगले के बाहर लगा विश्राम का बोर्ड

aapnugujarat

ભારતની પાસે લઘુત્તમ આવક યોજના લાગુ કરવાની ક્ષમતા છે : ચિદંબરમ

aapnugujarat

India takes a big leap by improving the Ease Of Doing Business ranking

aapnugujarat

Leave a Comment

URL