Aapnu Gujarat
મનોરંજન

‘બાબુમોશાય બંદુકબાજ’માં બોલ્ડ સીન માટે બિદિતાએ ઘણાં રિટેક કર્યાં

ફિલ્મ બાબુમોશાય બંદુકબાજ ફિલ્મને લઇને ચાહકોમાં મિશ્ર પ્રતિસાદ આવી રહ્યો છે. કેટલાક ફિલ્મી ચાહકો અને ફિલ્મના જાણકાર લોકો ફિલ્મના અભિનેતા નવાઝુદ્દીન સિદ્ધીકી અને અભિનેત્રી બિદિતા બાગ વચ્ચેની કેમિસ્ટ્રીને લઇને પ્રભાવિત થયા છે. ફિલ્મની રજૂઆત બાદ કેટલાક લોકો ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મની શરૂઆતથી જ સેકસ સીનને લઇને ચર્ચા રહી હતી. સેક્સી સીનના શુટિંગ દરમિયાન બિદિતાએ કેટલાક રિટેક માંગ્યા હતા. ફિલ્મમાં સૌથી પહેલા ચિત્રાંગદાને લેવામાં આવી હતી. જો કે તે અધવચ્ચે ફિલ્મના કેટલાક સીન સામે વાંધો ઉઠાવીને અધવચ્ચે નીકળી ગઇ હતી. ચિત્રાંગદાએ શોષણ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. સેન્સર બોર્ડ દ્વારા પણ ફિલ્મના સેક્સી સીનને લઇને વાંધો ઉઠાવ્યો હતો. કેટલાક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો નવાઝુદ્દીન સાથે સેક્સી સીન કરતી વેળા બિદિતાએ કેટલાક રિટેક માગ્યા હતા. ચોક્કસપણે પોતાની કેરિયરની પ્રથમ ફિલ્મમાં બિદિતા પરફેક્ટ સીન કરવા માટે ઇચ્છુક હતી. ફિલ્મની માંગ એવી હતી કે નવાઝુદ્દીન પર સંપૂર્ણપણે કાબુ કરી શકાય તેવા સીનની જરૂર હતી. શરૂના કેટલાક સીનમાં બન્ને સહજ અને એકબીજાને પ્રેમ કરનાર કપલ લાગી રહ્યા હતા. બિદિતા માની રહી હતી કે ફિલ્મની માંગ મુજબ તે રોલ કરવા માટે ઇચ્છુક છે. નવાઝુદ્દીન તો પહેલા જ પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામમાં લોકપ્રિય છે. તે બોલિવુડમાં પોતાની કુશળતા સાબિત કરી ચુક્યો છે. બિદિતાએ નવાઝુદ્દીનની પ્રશંસા કરતા કહ્યુ છે કે તે તમામ સાથી કલાકારોને પૂર્ણ મદદ કરે છે. સલમાન સાથે કિક, અને બજરંગી ભાઇજાનમાં નવાઝુદ્દીન નજરે પડ્યો હતો. પોતાની ફિલ્મને લઇને બિદિતા આશાવાદી છે.ફિલ્મ શાનદાર હોવાનો દાવો થઇ રહ્યો છે.

Related posts

આલિયા અને આદિત્ય રોય કપુર સડક-૨માં ચમકશે

aapnugujarat

फिल्म के लिए डायरेक्टर और एक्टर को करना होता है खुश : कंगना

editor

અમેરિકન મૉડલે પોતાની વર્જિનિટી ૧૯ કરોડ રૂપિયામાં વેચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1