Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ રાષ્ટ્રીય

સ્વચ્છ ભારત અભિયાનથી બિલ ગેટ્‌સ પ્રભાવિત

માઈક્રોસોફ્ટના સ્થાપક અને અબજાપતિ બિલ ગેટ્‌સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત અભિયાન અથવા તો Âક્લન ઈÂન્ડયા મિશન બદલ ભારે પ્રશંસા કરી છે. પોતાના બ્લોગમાં બિલ ગેટ્‌સે કહ્યું છે કે આશરે ત્રણ વર્ષ અગાઉ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર આરોગ્યના સંદર્ભમાં સૌથી સાહસી પૈકીની એક ટિપ્પણી કરી હતી. આની સીધી અસર આજે જાવા મળી રહી છે. એક ચુંટાયેલા અધિકારી પાસેથી આવી ટિપ્પણીઓ ભાગ્યે સાંભળવા મળે છે. બિલ ગેટ્‌સ પણ નરેન્દ્ર મોદીની નવી પહેલથી ખૂબ જ પ્રભાવિત થયેલા છે. વિશ્વના સૌથી અમીર વ્યÂક્ત બિલ ગેટ્‌સે કહ્યું છે કે આવનાર સમયમાં સ્વચ્છ ભારત અભિયાનની વધુ સારી અસર થનાર છે. Âક્લન ઈÂન્ડયા અથવા તો સ્વચ્છ ભારતના નામે આની શરૂઆત કરવામાં આવી હતી. મોદીએ પગલા સાથે પણ પોતાના શબ્દોને જાળવ્યા છે. ભાષણના બે મહિના બાદ જ આની શરૂઆત કરી દેવામાં આવી હતી. સ્વચ્છ ભારત અભિયાન હવે ૨૦૧૯ સુધી પરિપૂર્ણ થનાર છે. ખુલ્લામાં શૌચનો અંત લાવવાના ઈરાદા સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. દેશભરમાં ૭૫ મિલિયન ટોયલેટનું નિર્માણ કરવામાં આવી ચુક્યું છે. જે એક અભૂતપૂર્વ પહેલ તરીકે જાઈ શકાય છે. બિલ ગેટ્‌સે એમ પણ કહ્યું છે કે તમામ સ્વૈÂચ્છક સંસ્થાઓ પણ આ અભૂતપૂર્વ પહેલમાં શામિલ થઈ રહી છે.
ઘણી કંપનીઓ અને ઉદ્યોગમાં સામેલ થઈ રહ્યા છે. માત્ર બિલ ગેટ્‌સ જ નહીં બલ્કે વિશ્વના અન્ય કોર્પોરેટ જગતની હસ્તીઓ દ્વારા પણ વડાપ્રધાનની આ પહેલની અગાઉ પ્રશંસા થઈ ચુકી છે. ૨૦૧૯ સુધી આને પૂર્ણ કરવામાં આવનાર છે. Âક્લન ઈÂન્ડયા નામથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબશને જુદા જુદા રાજ્યોમાં સફળ રીતે અમલી કરવામાં આવી રહી છે. ભાજપ શાસિત ઘણા રાજ્યોમાં આને મોટી સફળતા પણ મળી ચુકી છે. ઘણા વિસ્તારો ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થયા છે.

Related posts

રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી અબજાેની આવક મેળવી

aapnugujarat

ખેડૂતોને દર વર્ષે પ્રતિ હેક્ટર ૧૫૦૦૦ આપવાની તૈયારી

aapnugujarat

નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે

aapnugujarat

Leave a Comment

URL