મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશની સરહદ ઉપર આજે એક ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતા બે લોકોના મોત થયા હતા. ખાનગી ઉડ્ડયન સંસ્થાનું આ વિમાન દુર્ઘટાગ્રસ્ત થયું હતું. આ બનાવમાં પાયલોટ રંજન ગુંટા અને વિદ્યાર્થીની હિમાનીનું મોત થયું હતું. નેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ ઈન્સ્યુટ્યુનું આ વિમાન આજે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વેનગંગા નદીમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે ચાર સીટવાળું આ વિમાને આજે સવારે મહારાષ્ટ્રમાં ગોંડીયામાં બીરસી વિમાની મથકથી ઉડાણ ભરી હતી. ટ્રેનર વિમાન નદી ઉપર ઉડાણ ભરી રહ્યું હતું ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. લાવની ગામ નજીક આ બનાવ બન્યો હતો. લાવની ગામ બંને રાજ્યોની સરહદ ઉપર Âસ્થત છે. જાકે આ જગ્યા મહારાષ્ટ્રની અંદર આવે છે. નદીમાંથી વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. બે પાયલોટના મોત થતા આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. બંને ટ્રેનર પાઈલોટ હોવાનું જાણવા મળ્યું છે.
આગળની પોસ્ટ