Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

કૃષિ આવકને ટેક્સની હદમાં લાવવા કોઈપણ તૈયારી નથી

કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ નીતિ આયોગના સભ્ય વિવેક દેવરોયના ખેતીને ટેક્સની હદમાં લાવવાના સંદર્ભમાં પ્રશ્ને સ્પષ્ટતા કરી છે. જેટલીએ કહ્યું છે કે ખેતીથી થયેલી આવક ઉપર કોઈપણ પ્રકારના ટેક્સ લાગુ કરવાની કોઈ યોજના નથી. જેટલીએ કહ્યું છે કે તેઓએ નીતિ આયોગની ખેતીની આવક પર ટેક્સવાળા રિપોર્ટના પેરેગ્રાફને સારી રીતે વાંચી ચુક્યા છે. આ વિષય ઉપર કોઈપણ પ્રકારના ભ્રમને દુર કરવા માટે તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની ખેતીથી થનારી આવક ઉપર કોઈપણ પ્રકારની ટેક્સની કોઈ યોજના નથી. નાણામંત્રીએ કહ્યું છે કે શÂક્તના બંધારણીય વિભાજનના કહેવા મુજબ કેન્દ્ર સરકારની પાસે ખેતીથી થનાર આવક પર ટેક્સ લાગુ કરવાનો કોઈપણ અધિકાર નથી. નીતિ આયોગના વિઝન ડોક્યુમેન્ટમાં પેરા ઈન્કમટેક્સ ઓન એગ્રીકલ્ચર ઈન્કમમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ખેતીથી થયેલી દરેક પ્રકારની આવકને ઈન્કમટેક્સમાં રાહત મળેલી છે. આ આવક કેટલી પણ વધારે અથવા તો ઓછી હોય તો પણ તેને રાહત મળેલી છે. જ્યારે ખેતીથી આવકને ટેક્સની હદમાં મુકવાની જાગવાઈના ઈરાદા ખેડૂતોને સંરક્ષણ આપે છે પરંતુ કેટલીક વખત આનો ઉપયોગ ખેતીથી અન્યત્ર આવકને પણ ખેતીથી થયેલી આવક દર્શાવીને ટેક્સમાં છૂટછાટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાળા નાણાં ફરી બજારમાં આવવાની સમસ્યાને દુર કરવા માટે આવા ચોર દરવાજાને બંધ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. નીતિ આયોગના સભ્ય વિવિક દેવરોયે એક પ્રતકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારના સંસાધન વધારવા માટે વ્યÂક્તગત આવકવેરા પર આપવામાં આવતી છૂટ ખતમ કરવા અને કૃષિ આવકને ટેક્સની હદમાં લાવવાની તરફેણ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આ પ્રયાસથી ટેક્સ આધાર વધશે અને સામાજીક ક્ષેત્રની યોજનાઓ માટે વધારે ફંડ ઉપલબ્ધ થઈ શકશે. તેમણે કહ્યું હતું કે વ્યÂક્તગત આવકવેરા પર છૂટ ખતમ થાય તે જરૂરી છે. વ્યÂક્તગત આવકવેરાની હદ વધારવા માટે તેમાં આપવામાં આવતી છૂટછાટો ખતમ કરવા અથવા તો એક મર્યાદાથી વધારે કૃષિ આવક સહિત ગ્રામીણ ક્ષેત્રમાં પણ કરવેરા લાગુ થવા જાઈએ. દેવરોયનું કહેવું છે કે આની પાછળ વધારે ફંડ એકત્રિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે આમાં જે કંઈપણ વધુ સારૂ થઈ શકે છે તે કરવાના પ્રયાસ થઈ રહ્યા છે કારણ કે આ એક કૃષિ આવક છે. કોઈ એક વર્ષની કૃષિ આવકનો ઉપયોગ કરવાના બદલે તેઓ આને ત્રણ વર્ષની સરેરાશ અથવા તો પાંચ વર્ષની સરેરાશની દ્રષ્ટીએ ઉપયોગ કરી શકે છે કારણ કે કૃષિ આવકમાં દર વર્ષે ઉતાર ચઢાવની Âસ્થતિ રહે છે. જેથી કરવેરા મર્યાદા યથાવત હોવી જાઈએ. કૃષિ આવકને ટેક્સની હદમાં લાવવાની દલીલ આપવામાં આવ્યા બાદથી આને લઈને ચર્ચા ચાલી હતી. કૃષિ સાથે સંબંધિત નિષ્ણાતો મેદાનમાં આવી ગયા હતા. આજે અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કૃષિ આવકને ટેક્સની હદમાં લાવવાની કોઈ યોજના નથી.

Related posts

કેટલીક સરકારી બેંકોના બંધ થવા મુદ્દે સ્પષ્ટીકરણ

aapnugujarat

अयोध्या विवाद मामले में मध्यस्थता समिति ने सुप्रीम में पेश की फाइनल रिपोर्ट

aapnugujarat

डिजिटल भुगतान को बढ़ावा देने SBI ने रखा डेबिट कार्ड को खत्म करने का लक्ष्य

aapnugujarat

Leave a Comment

URL