Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

નકસલીઓ સામે નિર્ણાયક લડાઈ માટે તૈયારી

છત્તિસગઢના સુકમા હુમલામાં ૨૬ જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને નક્સલવાદીઓ સામે સંપૂર્ણ તાકાત સાથે કાર્યવાહી કરવા માટેની સુચના આપી છે. સુરક્ષા દળોને આગામી થોડાક સપ્તાહમાં પરિણામ આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા આ મુજબનો આદેશ કર્યો હોવાના હેવાલ મળ્યા છે. નક્સલવાદીઓની સામે હવે નવી રણનિતીની સાથે મેદાનમાં ઉતરી જવા માટે કહેવામાં આવ્યુ છે. નક્સલવાદીઓની સામે આરપારની લડાઇ લડવા માટે કહેવામાં આવ્યુ છે. રાજનાથ સિંહે આઠમી મેના દિવસે દિલ્હીમાં નક્સલવાદીગ્રસ્ત રાજ્યોની એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે. જેમાં નવી રણનિતી પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. એમ કહેવામાં આવે છે કે મંગળવારે રાયપુરમાં કેન્દ્ર અને છત્તીસગઢના સુરક્ષા અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં રાજનાથસિંહે વરિષ્ઠ સુરક્ષા સલાહકાર કે વિજય કુમાર અને સીઆરપીએફના કારોબારી ડીજી સુદીપ લખટકિયાને ભુલ ક્યાં થઇ છે તે અંગે માહિતી મેળવી લેવા માટે આદેશ કર્યો હતો. સીઆરપીએફ પર સતત હુમલા કેમ થઇ રહ્યા છે તે અંગે માહિતી મેળવી લેવા માટે પણ કહેવામાં આવ્યુ છે. નક્સલવાદીઓની સામે નવેસરથી નીતિ તૈયાર કરવા માટે સુચના પણ આપી દેવામાં આવી છે. બે ત્રણ મહિનામાં પરિણામ મળે તેવી સુચના આપવામાં આવી છે. સરકારે ૧૦ નક્સલીગ્રસ્ત રાજ્યોની એક ઉચ્ચસ્તરી બેઠકદિલ્હીમાં આઠમી મેના દિવસે બોલાવી છે. આ બેઠકમાં નક્સલવાદીઓની સામે નિર્ણાયક લડાઇ લડવા માટેની નવી રણનિતી પર વાતચીત કરવામાં આવનાર છે. રાજ્યોના મુખ્યપ્રધાન બેઠકમાં સામેલ થશે. એક સિનિયર અધિકારીએ કહ્યુ છે કે રણનિતીમાં ફેરફાર કરવામાં આવી શકે છે. નક્સલવાદીઓની સામે કાર્યવાહી માટે જે જરૂર છે તે પગલા લેવામાં આવે તેમ કહેવામાં આવ્યુ છે. નક્સલવાદીઓ પર સકંજા મજબતુ કરવાની તૈયારી કરી લેવાઇ છે. ગૃહમંત્રીએ બેઠકમાં એમ પણ કહ્યું છે કે તમામ પ્રકારની સુવિધા આપવા માટે સરકાર તૈયાર છે. વધુ સુરક્ષા દળો, ટેકનિકલ સપોર્ટ, વધુ સંસાધનો, નવી ટેકનોલોજીના સાધનો તમામ આપવા માટે તૈયાર છીએ. નકસલવાદીગ્રસ્ત વિસ્તારોમાં માત્ર પરિણામની જરૂર છે. બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ પણ ઉપÂસ્થત રહ્યા હતા. આ ગાળા દરમિયાન રાજનાથસિંહ ભારપૂર્વક કહ્યું હતું કે સીઆરપીએફના જવાનોને નકસલીઓ સતત ટાર્ગેટ બનાવી રહ્યા છે. ફોર્સને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. વિજયકુમાર અને લખટકીયાને કહ્યું હતું કે જ્યાં સુધી આ સંબંધમાં નવી રણનીતિ બનાવી લેવામાં ન આવે ત્યાં સુધી તેઓ છત્તીસગઢમાં જ રહે. એક અધિકારીએ કહ્યું છે કે આઠમી મેના દિવસે નકસલવાદીગ્રસ્ત રાજ્યો સાથે મુખ્યમંત્રીની મિટીંગથી પહેલા અધિકારીઓને રણનીતિ બનાવવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. બેઠકમાં નવી રણનીતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ રણનીતિને ફાઈનલ પણ કરવામાં આવશે. આઠમી મેના દિવસે થનારી બેઠકમાં રાજ્યોના મુખ્ય સચિવ, ડીજીપી અને નકસલ પ્રભાવિત ૩૫ જિલ્લારના કલેકટરો પણ ઉપÂસ્થત રહેનાર છે. ૧૦ નકસલવાદી ગ્રસ્ત રાજ્યોની મિટીંગને લઈને સંબંધિત રાજ્યોને વ્યૂહરચના તૈયાર કરવા માટે કહી દેવામાં આવ્યું છે. આ રાજ્યોના અભિપ્રાય પણ લેવામાં આવશે. ૨૬ જવાનોના મોત થયા બાદથી કેન્દ્ર સરકાર આક્રમક મૂડમાં દેખાઈ રહી છે અને નકસલવાદીઓ સામે ઓલઆઉટ અટેકને લઈને તૈયારી પર ચર્ચા ચાલી રહી છે. તેમની સામે આરપારની લડાઈ લડવામાં આવશે.

Related posts

हरियाणा में बीजेपी ने संकल्प पत्र जारी किया

aapnugujarat

કલમ ૩૭૦ અને ૩૫-એ સાથે છેડછાડ કરીને ભાજપ યુદ્ધ ઈચ્છે છે : ચિદમ્બરમ

aapnugujarat

गाय और राम पर नरेश अग्रवाल की टिप्पणी पर राज्यसभा में हंगामा

aapnugujarat

Leave a Comment

URL