બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન પાસે સતત નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. જા કે તેની પાસે તેની ઇચ્છા મુજબ પારિવારિક ફિલ્મની ઓફર હજુ આવી રહી નથી. તે પારિવારિક ફિલ્મમાં પણ કામ કરવાની ઇચ્છ ધરાવે છે. સની લિયોન પોતાની સેક્સ સિમ્બોલ તરીકેની છાપમાંથી બહાર નિકળવા માટે પ્રયાસ કરી રહી છે પરંતુ તેની પાસે સેક્સી રોલની ઓફર જ આવી રહી છે. તેની પાસે આઇટમ સોંગની ઓફર આવી રહી છે. રઇસ ફિલ્મ બાદ વધુ આઇટમ સોંગ કરવા માટે જઇ રહી છે. શાહરૂખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટેની ઓફર મળી રહી છે. સની લિયોન શાહરૂખ ખાન સાથે કામ કર્યા બાદ ભારે ખુશ છે. તે પોતાની બોલિવુડ કેરિયરને લઇને પણ આશાવાદી છે.
ગળા કાપ સ્પર્ધા વચ્ચે એકબાજુ મોટી અને સારી અભિનેત્રી સફળ સાબિત થઇ રહી નથી ત્યારે સની લિયોન સફળ સાબિત થઇ રહી છે. તેની પાસે મોટા રોલની ફિલ્મ પણ આવી રહી છે.સની લિયોન હાલમાં એક ફિલ્મમાં અરબાજ ખાન સાથે પણ કામ કરી રહી છે. સની લિયોનની પાસે કેટલીક નવી બ્રાન્ડની જાહેરાતો પણ આવી રહી છે. જાહેરાત મારફતે પણ તેની આવક થઇ રહી છે. તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ હવે કામ કરવા જઇ રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ