Aapnu Gujarat
મનોરંજન

અમ્બેર હિયર્ડ અબજાપતિ ઇલોનના પ્રેમમાં

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ફરી એકવાર પ્રેમમાં પડી હોવાના હેવાલ મળ્યા છે. આ વખતે તે અબજાપતિ ઇલોન મુસ્કના પ્રેમમાં છે. અમ્બેર હિયર્ડે અબજાપતિ ઇલોન સાથેના તેના ફોટો ઇસ્ટાગ્રામ પર અપલોડ કરીને તમામને ચોંકાવી દીધા છે. જેમાં તે ઇલોન સાથે ખુબ હળવાશના મુડમાં ખુશખુશાળ નજરે પડી રહી છે. ઇલોનના ચહેરા પર લિÂપ્સ્ટક સાથે કિંસિગના નિશાનને સ્પષ્ટ પણે જાઇ શકાય છે. તેના ગાળ પર રેડ લિÂપ્સ્ટક માર્ક સરળાથી જાઇ શકાય છે. ૪૫ વર્ષીય ઇલોન અને ૩૧ વર્ષીય અમ્બેર વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી જાવા મળી રહી છે. ઇલોને પણ તેના પોતાના ઇન્સ્ટાગ્રામ પર આવા જ ફોટો અપલોડ કર્યા છે. જેમાં લખ્યુ છે કે આ ઓસ્ટ્રેલિયાના ફોટો છે. જાણકાર લોકો કહે છે કે અમ્બેર અને ઇલોન સૌથી પહેલા વર્ષ ૨૦૧૬માં એકસાથે દેખાયા હતા. એ વખતે અમ્બેર હિયર્ડ ભારે મુશ્કેલીમાંથી માનસિકરીતે પ્રસાર થઇ રહી હતી. કારણ કે અમ્બેરના અભિનેતા પતિ જાની ડેપ સાથે સંબંધ તુટી ગયા હતા. બીજી બાજુ ઇલોનના સંબંધનો પણ અભિનેત્રી પÂત્ન તલુલા રિલે સાથે અંત આવી ગયો હતો. જા કે હાલમાં સુત્રોએ કહ્યુ છે કે અમ્બેર અને ઇલોન વચ્ચે હાલમાં માત્ર મિત્રતા છે. જા કે તેમની નજીકના લોકો આ વાત માનવા માટે બિલકુલ તૈયાર નથી. તેમનુ કહેવુ છે કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. ઇલોન અને અમ્બેર વચ્ચે છેલ્લા ચાર વર્ષથી મિત્રતા હોવાની વાત પણ કેટલાક લોકો કરી રહ્યા છે. હાલમાં તેઓ માત્ર ફ્રેન્ડ છે. ઇલોન અમ્બેર હિયર્ડની ખુબ પ્રભાવિત રહ્યો છે. તે કેટલીક વખત તેને મળવા માટે સેટ પર પણ પહોંચી જતો હતો. અમ્બેર અને જાની ડેપના સંબંધોના કારણે મિડિયામાં ભારે ચર્ચા રહી હતી. તેમના છુટાછેડાના હેવાલ પણ સતત પ્રકાશિત થયા હતા.

Related posts

ઇશિતા નામની અભિનેત્રી બોલિવુડમાં આવવા તૈયાર

aapnugujarat

આલિયા સાથેના મારા સંબંધો ઉતારચઢાવ વાળા હતા : સિદ્ધાર્થ

aapnugujarat

ફિલ્મોમાં ફેરફારની જરૂર : ટિસ્કા

aapnugujarat

Leave a Comment

URL