Aapnu Gujarat
મનોરંજન

લાંબા ગાળા બાદ મિથુન ફરીથી ફિલ્મમાં ચમકશે

રામગોપાલ વર્મા ભુતની ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. બોલિવુડના સુપર સ્ટાર કલાકારોને લઇને તેઓ ભુતની ફિલ્મો બનાવી ચુક્યા છે જેમાં અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે. હવે રામગોપાલ વર્મા વધુ એક હોરર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ વખતે રામગોપાલ વર્માએ તેમની ફિલ્મમાં વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા મિથુનને લેવાનો નિર્ણય કર્યો છે. મિથુન લાંબા ગાળા બાદ કોઇ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરનાર છે. ભુત, તેની સિક્વલ ફિલ્મ ભુતનાથ રિટર્ન, ડરના મના હે, ડરના જરૂરી હે અને ફુંક જેવા ફિલ્મ બનાવી લીધા બાદ રામ ગોપાલ ફરી એકવાર હોરર ફિલ્મ બનાવવા માટે કમર કસી ચુક્યા છે. ફિલ્મમાં મિથુન ફિલ્મમાં મનૌચિકિત્સકની ભૂમિકા અદા કરી રહ્યો છે. જ્યારે તેની પÂત્ન તરીકેની ભૂમિકામાં ફ્લોરા સેની નજર પડનાર છે. મુંબઇમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ફ્લોરાએ માહિતી આપતા કહ્યુ છે કે મિથુન જેવા મહાન કલાકાર સાથે કામ કરીને તે ભારે ખુશ છે. ફ્લોરાનુ કહેવુ છે કે ફિલ્મમાં તેના મિથુન સાથે કોઇ સીન રાખવામાં આવ્યા નથી. રામગોપાલ વર્માની કેટલીક હોરર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ પણ રહી છે. મિથુન ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે.
રામ ગોપાલ વર્માના સંબંધમાં મિથુન દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. વિતેલા વર્ષોમાં હોરર ફિલ્મ રામ ગોપાલ બનાવી ચુક્યા છે. જેમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા કલાકારો કામ કરી ચુક્યા છે. મિથુન નવી ફિલ્મમાં મનૌચિકિત્સકની શાનદાર ભૂમિકા અદા કરી રહ્યો છે. મિથુને પોતાની ભૂમિકાના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરી નથી.

Related posts

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

દોસ્તાનાની સિક્વલ ફિલ્મમાં આલિયા ભટ્ટ દેખાશે

aapnugujarat

લૉ ટીઆરપીના કારણે અક્ષયના શોમાંથી ત્રણ જજને કાઢી મૂકાયા

aapnugujarat

Leave a Comment

URL