Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

માર્ગ નિર્માણ પરિયોજનાના કારણે નક્સલવાદી ચિંતાતુર

નક્સલવાદીગ્રસ્ત વિસ્તારમાં સરકાર દ્વારા હાલમાં જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રાલય દ્વારા છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા, બંગાળ અને મધ્યપ્રદેશમાં નક્સલવાદીગ્રસ્ત ૪૪ જિલ્લામાં ૫૪૧૨ કિલોમીટર લાંબા માર્ગનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વકાંક્ષી પરિયોજનાને મંજુરી આપવામાં આવી છે. આ પરિયોજના નક્સલીઓને પોતાના અÂસ્તત્વ માટે ખતરનાક લાગી રહી છે. ગૃહમંત્રાલયમાં નક્સલી હિંસા પર વરિષ્ઠ સુરક્ષા સલાહકાર કે વિજયકુમારે કહ્યું છે કે, આ ક્ષેત્ર ખાસ ત્રણેય રાજ્યોમાં નક્સલી ગતિવિધિના જંક્શન તરીકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુકમામાં માર્ગ નિર્માણના શ્રેણીબદ્ધ કામ થયા છે. નક્સલવાદીઓ આને તેમની સામે ખતરા તરીકે ગણે છે. જા માર્ગ નિર્માણનું કામ આગળ વધશે તો લોકોની ગતિવિધિ વધી જશે. મૂળભૂત સુવિધાઓ પણ ઉભી કરવામાં આળશે. સ્કૂલ, કોલેજા, હોÂસ્પટલ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આના પરિણામ સ્વરુપે નક્સલીઓના પ્રભાવ ઉપર સીધી અસર થશે. આજ કારણ છે કે, નક્સલવાદીઓ વારંવાર હુમલા કરી રહ્યા છે અને તેમની ગતિવિધિને વધારી રહ્યા છે. હચમચી ઉઠેલા નક્સલવાદીઓ પોતાના અÂસ્તત્વને ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યા છે. હાલમાં નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં ખુબ ઓછા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન જેવી અડચણો પણ આવી રહી છે પરંતુ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં લઇને વાતચીત મારફતે તેના સમાધાન કરવામાં આવી શકે છે. માર્ગની વાત હોય કે ટેલિકોમ્યુનિકેશનની વાત હોય સમગ્ર વિસ્તાર સેનાની નજર હેઠળ રહેશે. આવી Âસ્થતિમાં વિકાસની ગતિવિધિ વધશે. વિકાસની સાથે સાથે આર્થિક ગતિવિધિ વધશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવી શકાશે.

Related posts

नीति आयोग ने बेचने के लिए बनाई ५० सरकारी संपत्तियों की लिस्ट

aapnugujarat

આંધ્રપ્રદેશ, તેલંગણા, તમિલનાડુ ,પંજાબ અને દિલ્હીમાં ભાજપ એક પણ બેઠક નહીં જીતી શકે : મમતા બેનરજી

aapnugujarat

મુકુલ રોયની સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી

editor

Leave a Comment

URL