Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

બસ્તર : આર્મી કેમ્પ સ્થાપિત કરવા સક્રિય વિચારણા

છત્તીસગઢના બસ્તરમાં હવે આર્મી કેમ્પ સ્થાપિત કરવાની જરૂર દેખાઇ રહી છે. સુકમામાં સોમવારના દિવસે સીઆરપીએફના કાફલા પર નક્સલવાદીઓ દ્વારા ભીષણ છુપો હુમલો કરવામાં આવ્યો હતો. હવે નક્સલવાદીઓ પર સકંજા મજબુત કરવા માટે તેમના ગઢ એટલે કે બસ્તરમાં આર્મી કેમ્પ સ્થાપિત કરવાની જરૂરીયાત અનુભવ કરવામાં આવી રહી છે. સેના દ્વારા જ નક્સલવાદીઓનો ઇલાજ કરવામાં આવી શકે છે. સુરક્ષા મામલાના જાણકાર લોકો કહે છે કે આર્મીની તૈનાતી હવે જરૂરી બની ગઇ છે. તેમનુ માનવુ છે કે પોલીસ અને સીઆરપીએફ આ વિસ્તારમાં નક્સલવાદીઓ જારદાર મુકાબલો કરી રહ્યા છે તેમને નક્સલવાદી વિરોધી ઓપરેશનમાં સફળતા પણ મળી રહી છે પરંતુ પોતાના અÂસ્તત્વ માટેની લડાઇ લડી રહેલા નક્સલવાદી હવે મોટા હુમલા કરી રહ્યા છે. આવી Âસ્થતીમાં સેનાની તૈનાતી જરૂરી બની ગઇ છે. સેનાની હાજરી તેમને પીછેહટ કરવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે. દેશના પૂર્વ ગૃહ સચિવ એલસી ગોયલના કહેવા મુજબ બસ્તરમાં હવે સૈનાની છાવણી સ્થાપિત કરવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ગઇકાલે બપોરે નકસલીઓના હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત સીઆરપીએફના સાતથી વધુ જવાનો ઘાયલ પણ થયા હતા. ભીષણ અથડામણમાં સીઆરપીએફના જવાનો ઘેરાઈ ગયા હતા. ખૂબ જ છુપી રીતે નકસલીઓએ આ હુમલો કર્યો હતો. નક્સલવાદીઓ હાલમાં ભારે હચમચી ઉઠયા છે. જેથી તેમનામાં ફફડાટ ફેલાયેલો છે. બસ્તરમાં સેનાની છાવણી સ્થાપિત કરવાની માંગ હવે ઉઠી રહી છે. આ માંગણી પર ગંભીરરીતે વિચારણા કરવામાં આવી શકે છે. નક્સલવાદીઓ દ્વારા સોમવારના દિવસે સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ નક્સલવાદીઓ ઉપર બ્રેક મુકવા માટે જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા ચાલી રહી છે. જેના ભાગરુપે એક વ્યૂહરચના આર્મી સ્થાપિત કરવાની પણ છે. આર્મી કેમ્પ સ્થાપિત કરવાની Âસ્થતિમાં નક્સલવાદીઓની ગતિવિધિ ઉપર બ્રેક મુકી શકાય છે. દેશના પૂર્વ ગૃહ સચિવ એલસી ગોયેલના કહેવા મુજબ સેનાની છાવણી સ્થાપિત કરવાની જરૂર ઉભી થઇ છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓેએ ૨૦૧૫માં આ પ્રકારનું સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવ મુજબ સેનાના નક્સલવાદીઓના ગઢમાં કોઈ સીધી ભૂમિકા રહેશે નહીં. સેનાની ઉપÂસ્થતિ માત્ર નક્સલવાદીઓ ઉપર દબાણ લાવવા માટેની હોવી જાઇએ નહીં. આનાથી વિસ્તારના વિકાસના રસ્તા ખુલી જશે. સાથેસાથે કનેક્ટીવીટીમાં પણ સુધારો થશે. ગોયેલના કહેવા મુજબ ગૃહ સચિવ તરીકેના ગાળા દરમિયાન તેઓએ બસ્તરના અબુઝમાડમાં સેનાની છાવણી સ્થાપિત કરવાનું સૂચન કર્યું હતું. પોતાના છેલ્લા ગઢને જાળવી રાખવાના હેતુસર હાલમાં નક્સલીઓ હુમલા કરી રહ્યા છે. આવી Âસ્થતિમાં હવે આર્મી છાવણી સ્થાપિત કરવા સક્રિય રીતે વિચારણા કરવી જાઇએ. સેનાની ઉપÂસ્થતિ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષાની Âસ્થતિને સંપૂર્ણપણે બદલી દેશે.

Related posts

फिर महंगा हुआ LPG सिलेंडर

editor

मुंबई में भारी बारिश से जान की आफत, दो लोगों की मौत

aapnugujarat

વડાપ્રધાન મોદીને મળવું મુશ્કેલ બનશે

aapnugujarat

Leave a Comment

URL