શિવસેનાએ આજે કહ્યું હતું કે, સંઘ હેડક્વાર્ટર દેશમાં સત્તાના બીજા કેન્દ્ર તરીકે છે. પાર્ટી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપરાંત અન્ય કોઇને યોગ્ય ઉમેદવાર ગણતું નથી. ભાગવતનું નામ શિવસેનાએ ફરી દોહરાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના સાથી પક્ષ ભાજપની સાથે સંબંધ તંગદિલીપૂર્ણ રહ્યા છે ત્યારે શિવસેનાએ ભાગવતને ભારતના આગામી રાષ્ટ્રપતિ બનાવવા માટેનું સૂચન પહેલા પણ કર્યું છે. જા કે, ભાગવતે આ દરખાસ્તને પહેલા પણ ફગાવી દીધી હતી. ભાગવત કહી ચુક્યા છે કે, જા તેમની પાસે દરખાસ્ત આવશે તો પણ સ્વીકાર કરશે નહીં. બાબરી મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાષ્ટ્રપતિ પદના કેટલાક મજબૂત દાવેદારોની મહત્વકાંક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ મોહન ભાગવત રાષ્ટ્રપતિ પદની દરખાસ્તને સ્વીકારી રહ્યા નથી. આવી Âસ્થતિમાં ભાજપ સામે નામને લઇને જટિલ સમસ્યા સર્જાઈ રહી છે. બાબરી મÂસ્જદ ધ્વંસ મામલામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અરજી મંજુર કર્યા બાદ એલકે અડવાણીની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉપર પાણી ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૯૨ના બાબરી મÂસ્જદ ધ્વંસના મામલામાં કાવતરા સંદર્ભે સીબીઆઈની અરજીને સ્વીકારી લીધી હતી. અપરાધી કાવતરાના મામલામાં અડવાણી ઉપરાંત ઉમા ભારતી અને અન્ય દાવેદારો પણ રહેલા છે. જાશી ભાગવતના નામની સાથે નવા સમીકરણો દેખાઈ રહ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેનાએ આજે લખ્યું છે કે, અડવાણી અને જાશી ભાજપના વરિષ્ઠ નેતા છે. બંનેના નામ કાવતરા પાસામાં આવી ગયા બાદ તેમની દાવેદારી ઉપર પાણી ફરી વળ્યું છે. આવી Âસ્થતિમાં હવે મોહન ભાગવતનું નામ મજબૂતરીતે ઉભરી રહ્યું છે.
પાછલી પોસ્ટ