રિલાયન્સ જીયોના લોન્ચિંગ બાદથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં જારદાર તેજી જાવા મળી રહી છે. આજે કંપનીના શેર નવ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. શરૂઆતી કારોબારમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની બજાર મૂડી વધીને ૪.૭ લાખ કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. ટીસીએસની માર્કેટ મૂડી કરતા આરઆઈએલની માર્કેટ મૂડી હવ ેઝડપથી વધી રહી છે. માત્ર રિલાયન્સ જીયો જ નહીં બલ્કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પણ શાનદાર દેખાવના કારણે જાદુ જગાવ્યો છે. જેના લીધે બજારમાં નવો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં તેજી અને આરઆઈએલના શેરની મજબૂતીના લીધે રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધી ગયો છે. સારા પરિણામની અપેક્ષા દેખાઈ રહી છે. રિલાયન્સમાં શાનદાર પરિણામથી નવી આશા જાગી છે. રિલાયન્સના શેરમાં આજે જારદાર ઉછાળો રહ્યો હતો. મે ૨૦૦૮ બાદથી સૌથી શાનદાર તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે.
પાછલી પોસ્ટ