Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ડીએમકે લીડર સ્ટાલિનને કસ્ટડીમાં લેવાતા ચકચાર

તમિળનાડુમાં દુષ્કાળ પ્રભાવિત ખેડૂતોના સમર્થનમાં આજે સવારથી સાંજ સુધી બંધની હાકલ કરવામાં આવી હતી જેથી જનજીવન ઉપર અસર થઇ હતી. ડીએમકે દ્વારા આ બંધની હાકલ ખેડૂતોના સમર્થનમાં કરવામાં આવી હતી. ડીએમકેના કારોબારી અધ્યક્ષ એમકે સ્ટાલિનની તિરુવરુરના કાવેરી ડેલ્ટા ક્ષેત્રમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, સ્ટાલિન ડીએમકે સમર્થકોની સાથે જુલુસ કાઢીને તિરુવરુરમાં ગયા હતા. અટકાયત કરવામાં આવ્યા બાદ સ્ટાલિનને એક લગ્નના હોલમાં રાખવામાં આવ્યા છે. વરિષ્ઠ ડીએમકે નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પીઆર બાલૂ એવા નેતાઓમાં સામેલ રહ્યા હતા જેમને તિરુવરુરમાં આંદોલનમાં હિસ્સો લીધો હતો. ચેન્નાઈના ઇગ્મોરમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય પાટનગરના ૪૧ દિવસ સુધી પ્રદર્શન કરનાર ખેડૂત નેતા પણ જાડાયા હતા. બેંક કર્મચારીઓએ અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના નેતા વેંકટ ચલમ તથા સિટુના નેતા સોદર રાજનના નેતૃત્વમાં અહીં દેખાવો કર્યા હતા. ઓટો રિક્ષા અને કેટલાક ખાનગી વાહનો માર્ગો ઉપર દેખાયા હતા જ્યારે સરકારી પરિવહનના સાધનો પણ મર્યાદિત દેખાયા હતા. કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિને જાળવી રાખવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. ૧૬મી એપ્રિલના દિવસે સ્ટાલિનના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી.

Related posts

નાસિકમાં રહસ્યમયી બીમારીથી ૫ લોકોના મોત

editor

કોંગ્રેસ સાથે ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઇને બસપ મક્કમ

aapnugujarat

કૂતરા સાથે પત્નીને સેક્સ કરવા મજબૂર કરનાર પતિને કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી

aapnugujarat

Leave a Comment

URL