Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

બનાવટી પાસપોર્ટ કેસમાં રાજનને સાત વર્ષની સજા

કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની ખાસ અદાલતે આજે અન્ડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર સદાવસીવ નિખલજે ઉર્ફે છોટા રાજનને બનાવટી પાસપોર્ટના મામલામાં સાત વર્ષની આકરી જેલની સજા ફટકારી હતી. આશરે ૮૫ કેસોનો સામનો કરી રહેલા છોટા રાજનને હાલમાં એક મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સીબીઆઈની ખાસ અદાલતના જજ વિરેન્દ્રકુમાર ગોહિલે બનાવટી પાસપોર્ટના મામલામાં છોટા રાજન ઉપરાંત પૂર્વ પાસપોર્ટ અધિકારી જયશ્રી દત્તાત્રેય, દિપક નટવરલાલ શાહ, લલિતા લક્ષ્મણનને પણ દોષિત ઠેરવ્યા હતા. બંનેને ૧૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની એક કોર્ટ દ્વારા ગઇકાલે ૨૪મી એપ્રિલના દિવસે રાજનને અપરાધી ઠેરવવામાં આવ્યો હતો. સીબીઆઈના ખાસ જજ વિરેન્દ્રકુમાર ગોયલે બનાવટી પાસપોર્ટ રાખવાના મામલામાં છોટા રાજનને અપરાધી ઠેરવ્યો હતો. ગયા વર્ષે આઠમી જૂનના દિવસે છોટા રાજન સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. તે વખતે તત્કાલિન પાસપોર્ટ અધિકારી જયશ્રી દત્તાત્રેય, દિપક નટવરલાલ શાહ અને લલિતા લક્ષ્મણ સામે પણ આરોપો ઘડવામાં આવ્યા હતા. ફોજદારી કાવતરા, છેતરપિંડી, દસ્તાવેજાની બનાવટ સહિતના મામલામાં ઈÂન્ડયન પિનલ કોડની કલમ હેઠળ તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આક્ષેપ કર્યો હતો કે છોટા રાજનને જયશ્રી દત્તાત્રેય, દિપક નટવરલાલ શાહ અને લક્ષ્મણનની મદદથી ૧૯૯૮-૯૯માં બેંગલોરમાંથી બનાવટી પાસપોર્ટ મળી ગયા હતા. મોહન કુમારના નામ ઉપર છોટા રાજનને પાસપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. રાજન ૮૫ કેસોમાં સંડોવાયેલો છે. જેમાં હત્યાથી લઈને ખંડણી, દાણચોરી અને માદકદ્રવ્યોની હેરાફેરીનો સમાવેશ થાય છે. છોટા રાજનને થોડાક સમય પહેલાથી ઈન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. એક સામે ડોન દાઉદના નેટવર્ક સાથે છોટા રાજન જાડાયેલો હતો. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં છોટા રાજનની સામે કેસો પેન્ડીંગ રહેલા છે. ૨૫મી ઓકટોબર ૨૦૧૫ના દિવસે ઈન્ડોનેશિયન પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ છઠ્ઠી નવેમ્બર ૨૦૧૫ના દિવસે તેને ભારત લાવવામાં આવ્યો હતો. છોટા રાજનને ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક શરતો લાગૂ કરવામાં આવ્યા બાદ છોટા રાજનને ભારતમાં લાવવામાં આવ્યો હતો. જેલમાં પણ તેની મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. છોટા રાજન પર અન્ય ગેંગસ્ટરો તરફથી ખતરો હોવાના અહેવાલ વારંવાર આવતા રહ્યા છે.

Related posts

અમેઠીમાં મુલાયમસિંહની પુત્રવધુની એન્ટ્રી, સ્મૃતિ – પ્રિયંકા માટે ખતરાની ઘંટી?

editor

Ram Rahim’s petition dismisses, HC imposes fine of Rs 50,000

aapnugujarat

કાશ્મીરમાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

aapnugujarat

Leave a Comment

URL