Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

નક્સલીઓને લઇને રાજનાથસિંહ લાલઘૂમ

છત્તીસગઢના સુકમામાં થયેલા નક્સલવાદી હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનોના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે તીખી પ્રતિક્રિયા આપી છે. જવાનો ઉપર કરવામાં આવેલા આ હુમલાને કોલ્ડ બ્લડેડે મર્ડર તરીકે ગણાવીને વિશ્વાસ અપાવતા કહ્યું છે કે, તેમની શહીદી બેકાર જશે નહીં. નક્સલીઓની આ હરકતને કઠોર શબ્દોમાં વખોડી કાઢતા રાજનાથસિંહ લાલઘૂમ દેખાયા હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે, નક્સલીઓની સમસ્યાને તેઓ એક પડકાર તરીકે સ્વીકારી રહ્યા છે. જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા રાજનાથસિંહે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રી રમનસિંહ ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. બેઠક બાદ રાજનાથસિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, નક્સલવાદીઓએ આદિવાસીઓને છત્ર બનાવીને હુમલો કર્યો છે. નક્સલવાદીઓ સામે હજુ સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે તેમનામાં ખળભળાટ મચેલો છે. આજકારણસર આ હુમલો કરવામાં આવ્યો છે. રાજનાથસિંહે કહ્યું હતું કે લેફ્ટ વિંગ નક્સલવાદની સામે રણનીતિ ઉપર ફરી વિચારણા કરવામાં આવશે. ૮મી મેના દિવસે આ સંદર્ભમાં દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી છે જેમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને અધિકારીઓ સામેલ થશે. ઉગ્રવાદીઓની હરકતને કઠોર શબ્દોમાં વખોડી કાઢતા રાજનાથસિંહ ેકહ્યું હતુ ંકે, નક્સલવાદીઓ વિકાસની ગતિને રોકવા માટેનું કામ કરી રહ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારોના વિકાસ ઇચ્છતા નથી. ગૃહમંત્રીના કહેવા મુજબ ડાબેરીઓ ઉગ્રવાદી દેશના સૌથી મોટા દુશ્મન તરીકે છે. રાજનાથસિંહે પોતાના જવાબમાં નક્સલવાદીઓ માટે અનેક વખત લેપ્ટીસ્ટ ઉગ્રવાદી સંબોધનનો ઉપયોગ કર્યો છે. રમનસિંહે ખાતરી આપતા કહ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાડાયેલા તમામ કામ યથાવતરીતે જારી રહેશે. ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવવા અને તેમની અસરને ઘટાડવા બીજા ઓપરેશન પણ ચલાવવામાં આવશે. મુખ્યમંત્રીના કહેવા મુજબ વિકાસ સાથે જાડાયેલા જે મુદ્દા ઉપર કામ ચાલી રહ્યા છે તેના કારણે નક્સલવાદીઓ હચમચી ઉઠ્યા છે. આજકારણસર તેઓ માર્ગોના નિર્માણ કામ આડે અડચણો ઉભી કરી રહ્યા છે. સ્કૂલોમાં નિર્માણ કામને રોકી રહ્યા છે. નક્સલવાદીઓનો મુકાબલો કરવા વધુ અસરકાર રણનીતિ બનાવવામાં આવશે. સીઆરપીએફના ડીજીની હજુ સુધી નિમણૂંક ન કરવાના મુદ્દે ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, સુરક્ષા દળોમાં લીડરશીપનો અભાવ નથી. જરૂર પડશે તો વધુ સિનિયર અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. ઇન્ટેલીજન્સની નિષ્ણફળતા અથવા તો બીજા કારણોસર આટલો પ્રચંડ હુમલો કરાયો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે કહ્યું હતું કે, આ મામલામાં દોષારોપણ કરવાનો કોઇ ફાયદો નથી. બદલાયેલી Âસ્થતિમાં નક્સલવાદીઓનો સામનો કરવો રણનીતિ અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે કહ્યું હતું કે, આવી વ્યૂહરચના અંગે જાહેરરીતે કોઇ વાત કરવી યોગ્ય રહેશે નહીં. છત્તીસગઢના સુકમામાં થયેલા ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ થયા બાદ એક બાજુ ઇન્ટેલીજન્સની નિષ્ફળતાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીજી બાજુ જવાનોને મળી રહેલા સંશાધનો ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મળેલી માહિતી મુજબ સીઆરપીએફના જવાન બુલેટપ્રુફ હેલ્મેટ, જેકેટ, એમપીવી વાહન જેવા જરૂરી સંશાધનોની અછતથી ગ્રસ્ત છે. હાલના વર્ષોમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોની સંખ્યામાં સતત વધારો થયો છે.

Related posts

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

पी चिदंबरम से मिलने तिहाड़ जेल पहुंचे कार्ति चिदंबरम

aapnugujarat

रोहिंग्यों को मिलना चाहिए शरणार्थियों का दर्जा : ओवैसी

aapnugujarat

Leave a Comment

URL