ભારત-બાંગ્લાદેશ સરહદે ગાય સંરક્ષણ અને પશુ તસ્કરીના મુદ્દે સરકારની સમિતિના રીપોર્ટને સુપ્રીમ કોર્ટમાં સોપવામાં આવ્યો છે. સમિતિએ આ મુદ્દે કેટલીક ભલામણ કરી થે. જેમાં ગાય માટે યુનિક આઈડેÂન્ટફિકેશન નંબર-યુઆઈડીની માગણી પણ છે.બાંગ્લાદેશ સૌથી વધુ ગૌમાંસની માગ ધરાવતો દેશ છે. બાંગ્લાદેશમાં ભારતીય ગાયોની મોંમાગી કીમત મળે છે. બીએસએફના જણાવ્યા પ્રમાણે ભારતથી દર વરસે લગભગ સાડા ત્રણ લાખ ગાય તસ્કરીથી બાંગ્લાદેશ સીમા પાર કરાવી વેચવામાં આવે છે. જેનો વાર્ષિક કારોબાર ૧૫ હજાર કરોડ રુપિયાથી વધુનો છે. ગૃહમંત્રાલયના અનુસાર ૨૦૧૪ અને ૨૦૧૫ વચ્ચે બીએસએફે ૩૪ ગૌતસ્કરોને અથડામણમાં મોતને ઘાટ ઉતાર્યાં હતાં. બાંગ્લાદેશના બોર્ડર એરિયામાં તસ્કરી માટે લઇ જવાતી ૨૦૦થી ૨૫૦ ગાયોને બીએસએફ દ્વારા રોજના ધોરણે બચાવવામાં આવે છે. આસામ ગાય તસ્કરીનું હોટસ્પોટ છે જ્યાંથી બાંગ્લાદેશની આશરે ૨૬૩ કિલોમીટર લાંબી સીમા લાગે છે. આ બોર્ડરથી આસામમાંથી ગાયોને બાંગ્લાદેશ પહોંચાડવાનો રુટ બને છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ