Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ટૂંક સમયમાં લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી શકે છે. કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેલે રવિવારે પોતાના અહેવાલમાં આવો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, જસ્ટિન ટ્રૂડો આગામી એક-બે દિવસમાં પદ છોડી શકે છે. હકીકતમાં, ટ્રૂડોની લોકપ્રિયતામાં તાજેતરના સમયમાં ભારે ઘટાડો થયો છે અને તેઓ પક્ષની અંદર પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. વિવિધ સર્વેક્ષણોમાં દાવો કરવામાં આવ્યો છે કે પિયર પોઈલીવરેની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી આગામી ચૂંટણીમાં સત્તામાં આવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રૂડો ક્યારે રાજીનામું આપશે તે હજી નક્કી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બુધવારે યોજાનારી રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા ટ્રૂડો પોતાનું પદ છોડી શકે છે.
રિપોર્ટ્‌સ અનુસાર, જસ્ટિસ ટ્રૂડોને સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદ પરથી હટાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ટ્રૂડો તેમના રાજીનામા બાદ તરત જ પદ છોડી દેશે કે નવા નેતાની નિમણૂક ન થાય ત્યાં સુધી પદ પર રહેશે. જસ્ટિસ ટ્રૂડો છેલ્લા એક દાયકાથી કેનેડામાં સત્તા પર છે, પરંતુ તાજેતરના સમયમાં તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. જગમીત સિંહની આગેવાની હેઠળની ટ્રૂડોની સાથી એનડીપીએ તાજેતરમાં ટ્રૂડો સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. તાજેતરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૭૩ ટકા કેનેડિયન નાગરિકો ઇચ્છે છે કે ટ્રૂડો વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપે. તેમાં ૪૩ ટકા ઉદાર મતદારોનો પણ સમાવેશ થાય છે.
કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થવાના ઘણા કારણો છે. મુખ્ય કારણોમાં અર્થતંત્ર, કેનેડામાં મકાનોની કિંમતોમાં જબરદસ્ત વધારો, ઇમિગ્રેશન સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે. કોરોના મહામારી બાદ કેનેડામાં મોંઘવારી ૮ ટકા વધી હતી. જો કે હાલમાં તે બે ટકાથી નીચે છે. કેનેડામાં બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે, જે હાલમાં છ ટકાની આસપાસ છે. ટ્રૂડો સરકારના કાર્બન ટેક્સ કાર્યક્રમની પણ વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.
કેનેડામાં મોંઘા મકાનો એક મોટી સમસ્યા છે. કેનેડાના મોટા ભાગના મોટા શહેરોમાં ઘર ખરીદવું સામાન્ય લોકોના બજેટની બહાર થઈ ગયું છે. આ સમસ્યા લાંબા સમયથી છે અને સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. આ પણ એક મોટું કારણ છે કે લોકોમાં ટ્રૂડો સરકાર પ્રત્યે ઊંડો નારાજગી છે.
કેનેડામાં ઇમિગ્રેશન પણ એક મોટી સમસ્યા છે. જોકે, ટ્રૂડો સરકારે તાજેતરમાં ઈમિગ્રેશનને લઈને નવી નીતિઓ બનાવી છે, જેથી ઈમિગ્રન્ટ્‌સની સંખ્યાને નિયંત્રિત કરી શકાય. તેમ છતાં લોકોનો રોષ હજુ પણ ઓછો થયો નથી. વસાહતીઓની વધતી સંખ્યાએ કેનેડાની આરોગ્ય પ્રણાલી અને અન્ય સેવાઓ પર જબરદસ્ત દબાણ કર્યું છે. કેનેડામાં ખાલિસ્તાનીઓના વધતા પ્રભાવને લઈને ઘણા કેનેડિયન નાગરિકો પણ નારાજ છે. હાલમાં જ કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણામંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું, જે બાદ ટ્રૂડો પર રાજીનામું આપવાનું દબાણ પણ વધી ગયું છે.

Related posts

એચ-૧બી વિઝા નિયમોને વધુ કઠોર કરાયા : ભારતને અસર

aapnugujarat

प्लीज हमें भारत में शरण दे दीजिए

aapnugujarat

ટ્રમ્પ ફોર્બ્સના ટોચના ૪૦૦ ધનિકોની યાદીમાંથી બહાર

editor
UA-96247877-1