2024નું વર્ષ સમાપ્ત થયું અને તેમાં ઈન્ડિયન રિયલ એસ્ટેટ માર્કેટનું પ્રદર્શન અન્ય તમામ મોટા સેક્ટર્સ કરતાં ઘણું સારું રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને લક્ઝરી હાઉસિંગમાં અદ્દભુત ગ્રોથ જોવા મળ્યો હતો. વર્ષ 2025માં પણ હાઉસિંગ પ્રોપર્ટી માર્કેટ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 2024 ટોચના સાત શહેરોમાં સેક્ટરની કામગીરીની દ્રષ્ટિએ અત્યાર સુધીના શ્રેષ્ઠ વર્ષ તરીકે સમાપ્ત થયું છે. સ્થિર ઈકોનોમીક ગ્રોથ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા સુધારાના કારણે શહેરીકરણ અને ડિમાન્ડમાં સતત વધારો થયો છે.