Aapnu Gujarat
ગુજરાત

ટ્રક-કારમાં દારૂ ભરીને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ કેટલાક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં ટ્રક-કારમાં દારૂ ભરીને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી વાયરલ કરતા કેટલાક લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પોલીસે ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પર દારૂ ભરેલી કાર સાથે તેમજ દારૂના જથ્થા સાથે વીડિયો બનાવીને ગુજરાતમાં દારૂબંધીને અસર થાય તેવો પ્રયાસ કરાયો હતો. જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરોની સંડોવણી સામે આવી હતી. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ તપાસના આદેશ આપીને બનાસકાંઠાના આગથળા અને ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને બે સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.
આ બાબતે ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયને તપાસના આદેશ આપ્યા હતા. જેથી ટેકનીકલ સર્વેલન્સના આધારે રાજસ્થાન ટુ ગુજરાત, રાજસ્થાન ટુ ગુજરાત પાંચ, લવારા ટુ ગુજરાત અને રાણા ઓફિશય ૦૦૭ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તપાસ કરીને પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં બે સગીર, બનાસકાંઠાના લવાણા ગામનો બુટલેગર દશરથ ઠાકોર અને લવારા ગામના જ સ્વરૂપસિંહ લવારા નામના વ્યક્તિ વિરૂદ્ધ બનાસકાંઠાના આગથળા અને ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યા હતા.

Related posts

रामदेवनगर क्षेत्र की लाइन में लीकेज होने से हजारों लीटर पानी बरबाद हो गया

aapnugujarat

અતિવૃષ્ટિથી૧૯ લાખ હેકટરથી વધુ જમીનમાં વાવેતર ધોવાયાની દહેશત

aapnugujarat

પીએમ મોદી ૨૯ મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે

aapnugujarat
UA-96247877-1