Aapnu Gujarat
ગુજરાત

સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કાર, મોબાઈલ સહિત ૭ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કારચાલક સહિત અન્ય એકની ધરપકડ કરી છે.બીજી તરફ આ અગાઉ રાજકોટના ગવરીદડ નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. ર્જીંય્એ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને ૯ કિલો ગાંજા સાથે ઝડપ્યો હતો. મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ. રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ ર્જીંય્ની ટીમે ઝડપ્યો હતો. શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

PM Modi urged people to visit Sardar Sarovar Dam in Gujarat, hoped that those visiting will also go to Statue of Unity

aapnugujarat

સ્વતંત્રતા પર્વ પ્રસંગે મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે શ્રી મોરારીબાપુના હસ્તે ધ્વજવંદન કરાયુ

editor

અમ્યુકોમાં આંતરિક વિવાદ વધ્યો : રૂપાણી સુધી ફરિયાદ

aapnugujarat
UA-96247877-1