Aapnu Gujarat
રમતગમત

બાંગ્લાદેશે અંડર-૧૯ એશિયા કપ જીત્યો

અંડર ૧૯ એશિયા કપ ૨૦૨૪ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે રમાઈ ગઈ. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે મોટો ઉલટફેર કરતા ભારતીય ટીમને હરાવી અને તેણે સતત બીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો. એટલે કે બાંગ્લાદેશની ટીમ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહી. બંને ટીમોની વચ્ચે આ મેચ ખૂબ જ લો સ્કોરિંગ રહી અને બાંગ્લાદેશની ટીમે કમાલનું પ્રદર્શન કરતા જીત પોતાના નામે કરી.
બાંગ્લાદેશની ટીમે સતત બીજી વાર અંડર ૧૯ એશિયા કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી લીધો છે. આપને જણાવી દઈએ કે, આ ટૂર્નામેન્ટ ૧૯૮૯થી રમાઈ રહી છે, પણ બાંગ્લાદેશની ટીમ અંડર ૧૯ એશિયા કપના ઇતિહાસની ફક્ત બીજી જ ટીમ બની, જેણે બીજી વાર ખિતાબ જીત્યો હોય. તો વળી ટીમ ઈન્ડિયાએ ૮ વખત આ ટ્રોફી જીતી છે. આ બંને ટીમો ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાને ૧-૧ વાર આ ટૂર્નામેન્ટ જીતી છે. તો વળી આ પહેલો મોકો છે જ્યારે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હોય. આ અગાઉ જ્યારે ભારતીય ટીમે અંડર ૧૯ એશિયા કપની ફાઇનલ રમી છે, ત્યારે તે ફાઇનલ જીતીને આવ્યા છે.
ભારતીય ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો. બોલીંગમાં સારુ પ્રદર્શન પણ જોવા મળ્યું. ભારતીય ટીમે બાંગ્લાદેશની ઈનિંગ્સને ૧૯૮ રન પર રોકી દીધી. આ દરમ્યાન યુધાજિત ગુહા, ચેતન શર્મા અને હાર્દિક રાજે ૨-૨ વિકેટ લીધી. તો વળી કિરણ ચોરમલે, કેપી કાર્તિકેય અને આયુષ મ્હાત્રે ૧-૧ વિકેટ લીધી. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી રિઝાન હસને સૌથી વધારે ૪૭ રન બનાવ્યા. મોહમ્મદ શિહાબ જેમ્સે પણ ૪૦ રનનું યોગદાન આપ્યું. ફરીદ હસને પણ ૩૯ રનની ઈનિંગ્સ રમી.
૧૯૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખૂબ જ ખરાબ રહી. આયુષ મ્હાત્રે ખાલી ૪ રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ સતત વિકેટ પડતી ગઈ. જેના કારણે ભારતીય ટીમ આ મેચમાં વાપસી કરી શકી નહીં. વૈભવ સૂર્યવંશી પણ આ મેચમાં ૯ રન જ બનાવી શક્યો. આ ઉપરાંત કેપી કાર્તિકેય ૨૧ રન અને સી આંદ્રે સિદ્ધાર્થ પણ ૨૦ રન બનાવીને પવેલિયન પરત ફર્યો. નિખિલ કુમાર તો ખાતું પણ ખોલાવી શક્યો નહીં. કપ્તાન મોહમ્મદ અમાને જરુર સારી ઈનિંગ્સ રમી પણ તે ટીમને જીતાડી શક્યો નહીં.

Related posts

Indian bowler Jasprit Bumrah impressive in ongoing World Cup : McGrath

aapnugujarat

बांग्लादेश को 224 रनों से हराकर अफगानिस्तान ने रचा इतिहास

aapnugujarat

वन डे रैंकिंग : इंग्लैंड फिर से शीर्ष पर काबिज

aapnugujarat
UA-96247877-1