Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉદ્ધવ સેનાએ સમાજવાદી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ

મહા વિકાસ અઘાડી અને સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે. સમાજવાદી પાર્ટી (સપા) મહા વિકાસ અઘાડી સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી નાખુશ આદિત્ય ઠાકરેએ સપા મહારાષ્ટ્રમાં ભાજપની બી ટીમ હોવાનો દાવો કર્યો છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેના મહારાષ્ટ્ર સપા પ્રમુખ અબુ આઝમી અંગે આ નિવેદનથી ગઠબંધનમાં સોંપો પડી ગયો છે.
આદિત્ય ઠાકરેએ સપાનો છેડો ફાડવા મુદ્દે નિવેદન આપ્યું છે કે, સપા વિશે કોઈ વાત કરવા માગતો નથી. અખિલેશ યાદવ પોતાની લડાઈ લડી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં સપા નેતા ભાજપની બી ટીમ સ્વરૂપે કામ કરી રહ્યા છે. અહીંના અમુક નેતાઓ ભાજપની મદદ કરે છે. અમે ચૂંટણીમાં આ અંગે નોંધ લીધી છે.શિવસેનાના નેતાએ ગઈકાલે બાબરી મસ્જિદ અંગે ટિ્‌વટ કરતાં બંને પક્ષ વચ્ચે વિવાદ વધ્યો હતો. જેમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, કાલે જે ટિ્‌વટ કર્યું હતું તેવા ટિ્‌વટ અમે પહેલાં પણ કર્યા છે. અમારુ હિન્દુત્વ સ્પષ્ટ છે. અમે ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી. અમે હિન્દુત્વની સાથે છીએ. અમારા હ્યદયમાં હિન્દુત્વ છે. હ્યદયમાં રામે હાથમાં કામ આપનારુ હિન્દુત્વ અમારુ છે. અને બધાનો સાથ બધાનો વિકાસ કરવામાં માનીએ છીએ.
શિવસેના યુબીટીના નેતાના ટિ્‌વટ બાદ મહારાષ્ટ્ર સપા પ્રમુખ અબુ આઝમીએ જણાવ્યું હતું કે, ’શિવસેનાએ બાબરી મસ્જિદ તોડી પાડવા બદલ લોકોને અભિનંદન આપતી અખબારમાં જાહેરાત આપી હતી. ઉદ્ધવ ઠાકરેના સહયોગીએ પણ ઠ પર મસ્જિદ તોડી પાડવાના વખાણ કર્યા હતા. આ જ કારણ છે કે સમાજવાદી પાર્ટી સ્ફછ છોડી રહી છે. સપાના વડા અબુ આઝમીએ કહ્યું કે આવી ભાષા બોલનારા અને ભાજપમાં કોઈ ફરક નથી. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ સપા પર ભાજપની બી ટીમ હોવાનો આરોપ મૂક્યો છે. જેનો વળતો જવાબ આપતાં સપાના ધારાસભ્ય રઈસ શેખે જણાવ્યું કે, ’અમે શિવસેનાના ટિ્‌વટ મુદ્દે બે પ્રશ્નો પૂછ્યા હતા કે, શું તમે કટ્ટર હિન્દુત્વની વિચારધારા તરફ વળી રહ્યો છો. બીજું તમને મત કોણે આપ્યા છે? આ સવાલોના જવાબ આપવાના બદલે આદિત્યે ગોળ ગોળ વાતો કરી અમારા પર આરોપ મૂક્યા છે. તે તદ્દન ખોટું છે. અમે વરિષ્ઠ નેતાઓ સાથે આ મામલે વાત કરીશું.’

Related posts

1 CRPF officer martyred, 1 boy died in a terrorist attack at Anantnag

editor

मुंबई में आज भी भारी बारिश के आसार, जलस्तर में बढ़ोतरी

aapnugujarat

बिहार मे कोरोना का आतंक

editor
UA-96247877-1