ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટો ફેરફાર થયો છે. બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાને જય શાહે આઈસીસી ચેરમેન બન્યા બાદ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. બોર્ડના અધ્યક્ષ રોજર બિન્નીએ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને સૈકિયાને વચગાળાના સમયગાળા માટે કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.
દેવજીત સાયકિયા આ જવાબદારી ત્યાં સુધી નિભાવશે જ્યાં સુધી બીસીસીઆઈના નિયમો અને વિનિયમો હેઠળ એક કાયમી સચિવની નિયુક્તિ ના થાય. બીસીસીઆઈના બંધારણની કલમ ૭(૧) (ડી) ને ટાંકીને બિન્નીએ દેવજીત સૈકિયાને સચિવીય સત્તાઓ સોંપી, જે એક પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને અસમ રાજ્યના મહાધિવક્તા પણ છે.
રોજર બિન્નીએ પોતાની સંવૈધાનિક પાવરનો ઉપયોગ કરીને સૈકિયાને કાર્યવાહક સચિવ બનાવ્યા છે. જ્યાં સુધી કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી બીસીસીઆઈના નિયમો હેઠળ આ અસ્થાયી વ્યવસ્થા છે. એવું માનવામાં આવે છે કે સાયકિયા આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી આ પદ પર ચાલુ રહેશે અને તે પછી સચિવની કાયમી નિમણૂક કરવામાં આવશે.
સૈકિયા આ અઠવાડિયે દુબઈમાં આઈસીસીમી બેઠકોમાં હાજર હતા, જેમાં સંકેત મળ્યા હતા કે તેઓ ફરીવાર આ પદભાર સંભાળી શકે છે. આશા છે કે તે આગામી વર્ષ સપ્ટેમ્બર સુધી આ પદ પર બન્યા રહેશે, ત્યારબાદ ખાલી પદ પર સ્થાયી વ્યક્તિ નિયુક્ત થઈ જશે. જય શાહે ૧ ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
જય શાહે ઓક્ટોબર ૨૦૧૯ થી બીસીસીઆઈ સેક્રેટરી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બીસીસીઆઈ સેક્રેટરી તરીકેની તેમની ભૂમિકામાં શાહે વિવિધ પાસાઓ પર કામ કર્યું હતું.
તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ પર વિશેષ ભાર મૂક્યો અને મહિલા ખેલાડીઓની મેચ ફી પુરૂષ ખેલાડીઓની બરાબર કરી. શાહ કોવિડ-૧૯ વચ્ચે આઈપીએલ ૨૦૨૦ના આયોજનને તેમની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે.
આગળની પોસ્ટ