Aapnu Gujarat
રમતગમત

એડિલેડ ટેસ્ટમાં ભારતની કારમી હાર

એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને અઢી દિવસમાં ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કર્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૯૫ રનથી હરાવ્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચ ૧૪ ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયાના બોલરોએ પાયમાલી મચાવી દીધી હતી અને એડિલેડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પહેલા જ સેશનમાં ટીમ ઈન્ડિયાને બીજા દાવમાં ૧૭૫ રનમાં આઉટ કરી દીધી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં નીતિશ રેડ્ડીએ સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં પેટ કમિન્સે સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે ૩ વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્કને ૨ વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચ જીતવા માટે ૧૯ રનનો ટાર્ગેટ હતો. આ પછી કાંગારુ બેટ્‌સમેનોએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી વિજય નોંધાવ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં ૧૮૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૩૩૭ રન બનાવ્યા હતા અને ૧૫૭ રનની મોટી લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાના બોલરોએ તબાહી મચાવી હતી અને ટીમ ઈન્ડિયાને બીજી ઈનિંગમાં ૧૭૫ રનમાં આઉટ કરી દીધી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં નીતિશ રેડ્ડીએ સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે બીજી ઇનિંગમાં સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે ૩ વિકેટ લીધી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં ૧૮૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૩૩૭ રન બનાવ્યા હતા અને ૧૫૭ રનની મોટી લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાને હવે આ ટેસ્ટ મેચ જીતવા માટે ૧૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પર્થ ટેસ્ટમાં ગેરહાજરી બાદ તેની વાપસી સારી રહી ન હતી. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહેલા રોહિતે પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં છ રન બનાવ્યા હતા. તેના નેતૃત્વ અને બોલિંગમાં બદલાવ પર સવાલો ઉભા થયા હતા. તેણે પોતે સ્વીકાર્યું કે ભારતે ઘણી તકો ગુમાવી, જેના કારણે હાર થઈ. મેચ બાદ રોહિતે કહ્યું- આ સપ્તાહ અમારા માટે નિરાશાજનક રહ્યું. અમારે જે રીતે જીતવું હતું તેટલું કઈ થઈ શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયાએ અમારા કરતા સારું પ્રદર્શન કર્યું. રમત દરમિયાન ઘણી એવી તકો આવી જેનો અમે ફાયદો ઉઠાવી શક્યા નહીં અને આ જ હારનું કારણ બની.
તેણે આગળ કહ્યું- અમે પર્થમાં જે કર્યું તે ખાસ હતું. અમે અહીં પણ તે જ પુનરાવર્તન કરવા માંગતા હતા, પરંતુ દરેક ટેસ્ટ મેચ અલગ પડકાર લઈને આવે છે. અમે જાણતા હતા કે પિંક બોલથી આ મેચ મુશ્કેલ બનશે. પરંતુ મેં કહ્યું તેમ ઓસ્ટ્રેલિયા વધુ સારું રમ્યું. પાંચ મેચની શ્રેણી હવે ૧-૧થી બરાબર છે. રોહિતે કહ્યું કે ટીમ ૧૪ ડિસેમ્બરથી શરૂ થનારી ગાબા ટેસ્ટ માટે તૈયાર છે. તેણે કહ્યું- આગામી મેચ પહેલા વધુ સમય નથી. અમારે પર્થમાં અમે જે સારું પ્રદર્શન કર્યું હતું અને અમે છેલ્લી વખત ગાબામાં કરેલું પ્રદર્શન યાદ રાખવું પડશે. ત્યાં સારી યાદો છે. આપણે દરેક ટેસ્ટ મેચના પડકારને સમજીને સારી શરૂઆત કરવી પડશે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ત્રીજા દિવસે સવારના સેશનમાં ૫ વિકેટ લઈને ટીમને શાનદાર જીત અપાવી હતી. તેણે કહ્યું- અમારા માટે આ એક શાનદાર સપ્તાહ હતું. પર્થ ટેસ્ટ પછી અમને ખબર હતી કે અમે વધુ સારું કરી શકીએ છીએ. આ મેચમાં અમે અમારી લય પાછી મેળવી છે. આ જીત એકદમ સંતોષજનક છે. મિચેલ સ્ટાર્કના વખાણ કરતા કમિન્સે કહ્યું- સ્ટાર્કે પહેલા દિવસે ૬ વિકેટ લઈને જીતનો પાયો નાખ્યો હતો. તે વારંવાર આ પ્રકારનું પ્રદર્શન કરે છે. અમે ભાગ્યશાળી છીએ કે તે અમારી ટીમમાં છે.
સ્કોટ બોલેન્ડે પણ શાનદાર બોલિંગ કરી હતી. આશા છે કે, જોશ હેઝલવુડ પણ આગામી મેચમાં વાપસી કરશે.
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ૧૦ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારૂ ટીમ સામેની આ મેચમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. રોહિત શર્મા તેની સુકાનીપદમાં ક્યાંય પણ આક્રમક ન હતો જેના કારણે યજમાન ટીમનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. કમિન્સે વધુમાં કહ્યું કે ૧૫૨ રનની લીડ લેવી ૧૦ વિકેટની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ અને ટ્રેવિસ હેડે ભારત સામે ૧૪૦ રનની શાનદાર ઈનિંગ રમી. તેણે કહ્યું- હેડ અહીં બેટિંગ કરવાનું પસંદ કરે છે. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે રમત કોઈપણ બાજુ જઈ શકતી હતી પરંતુ તેણે રમત બદલી નાખી. મુખ્ય વાત એ હતી કે અમે લીડ મેળવી લીધી હતી.

Related posts

શોએબ મલિક હવે ટી-૧૦ લીગમાં ભાગ નહી લે

aapnugujarat

આજે મુંબઈને કેકેઆર સામે મરણિયા બની મેચ જીતવી જ પડશે

aapnugujarat

भारतीय टीम जीतेगी 2019 विश्व कप का खिताब : अफरीदी

aapnugujarat
UA-96247877-1