Aapnu Gujarat
ગુજરાત

રાજકોટમાં ૧૧ વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત

હાર્ટ એટેકથી મૃત્યુનાં બનાવોમાં પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેકમાં કેટલાય પરિવારજનો દ્વારા પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. રાજકોટમાં પણ ૧૧ વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું. બાળક અચાનક ઢળી પડતા પરિવારજનો દ્વારા બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પાસે વિજય પ્લોટમાં રહેતા દેવરાજ કનકભાઈ કારેલિયા ઉ.વર્ષ.૧૧ સવારે પોતાનાં ઘર બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો. તે દરમ્યાન અચાનક જ દેવરાજ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ દેવરાજનાં પિતાએ હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું. જે બાદ આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા દેવરાજને તાત્કાલીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર દર્દીએ દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
મળતી માહિતી મુજબ કનકભાઈ કારેલિયાને સંતાનમાં બે પુત્ર છે. જેમાં દેવરાજ મોટો હતો. તેમજ ધો. ૬ માં ઈગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો. ત્યારે પિતા દ્વારા પુત્રને બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે બાદ દેવરાજને બેભાન અવસ્થામાં જ વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને બચાવવા માટે ડોક્ટર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલનાં તબીબ દ્વારા દેવરાજનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હોવાનું જણાવ્યું હતું.

Related posts

ઉત્તરપ્રદેશ : ચાર વર્ષમાં ૨૦ લાખને રોજગારી પુરી પડાશે : ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પ્રતિનિધિમંડળની સાથે ગુજરાતની મુલાકાતે

aapnugujarat

બી ટેક, એમબીએ ડિગ્રીવાળા વ્યક્તિઓ ધોબી,કૂક,વાળંદ,દરજી બનવા તૈયાર…!!?

aapnugujarat

रिश्वत केस : सीआईडी क्राइम के पीआई शेख की अग्रिम जमानत अर्जी खारिज

aapnugujarat
UA-96247877-1