Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં નકલી IAS ઝડપાયો

ગુજરાતમાં અત્યાર સુધીમાં નકલી સરકારી ઓફિસ, નકલી સરકારી અધિકારી અને નકલી જજ પકડાયા તેના કિસ્સા આગળ વધતા જ જાય છે. પોલીસે હવે એક નકલી IAS અધિકારીને પકડી પાડ્યો છે જેણે જિલ્લા શિક્ષણાધિકારીના નામનો સરકારી નોકરીનો બનાવટી લેટર આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. અમદાવાદના પાલડી એરિયામાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા પ્રતિક શાહની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે. તેમનું કહેવું છે કે એક વ્યક્તિ તેમની પાસે આવી હતી અને આઈએએસ તરીકે ઓળખ આપીને બે ઈનોવા કાર ભાડે રાખી હતી. બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાએ તોડ કરવા માટે મેહુલ શાહ નામની વ્યક્તિ પોતાને સનદી અધિકારી તરીકે ઓળખાવતી હતી. મોરબીમાં રહેતા આ ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે આ કેસના મુખ્ય આરોપી મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂકરી છે. પાલડીના આર્યન ફ્લેટમાં રહેતા પ્રતિક શાહ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે. 6 સપ્ટેમ્બરે મેહુલ શાહ નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો જેણે પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપી હતી. તેમણે પ્રતિક શાહ સાથે રોજના 3500 રૂપિયાના ભાડે ઈનોવા કાર લેવાની વાત કરી હતી. સરકારી કામ માટે કારમાં સાયરન અને પડદા લગાડવા બનાવટી લેટર પણ આપ્યા હતા. ત્યાર બાદ 19 ઓક્ટોબરે એક સ્કૂલ ટુર માટે બે લક્ઝરી બસ મગાવી હતી.

આ ઉપરાંત એક વ્યક્તિના દીકરાને અસારવામાં આવેલી કોલેજમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું વચન આપ્યું અને ત્રણ લાખ રૂપિયા લઈને જિલ્લા શિક્ષણાધિકારીના નામે બનાવટી લેટર આપ્યો હતો. ઈનોવાનું ભાડું ભરવાનો સમય આવ્યો ત્યારે ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો. તપાસ કરતા મેહુલ શાહે આ રીતે અનેક લોકોને છેતર્યા હોવાનું જાણકારી બહાર આવી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને તપાસ શરૂકરી છે.

પોલીસના કહેવા પ્રમાણે મેહુલ શાહ મિકેનિકલ એન્જિનિયર છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કીડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે. આઈએએસ તરીકે રોફ મારવા માટે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે આપે છે અને અલગ અલગ લાલચ આપીને લોકો પાસેથી નાણાં પડાવતો હતો. તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ IASના બનાવટી લેટર બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે.

Related posts

અમદાવાદની પાંચ, સુરતની બે અને ભાવનગરની એક ટીપી સ્કીમ મંજૂર

aapnugujarat

લખતરમાં સો વર્ષથી ભવાઈનું આયોજન કરતું ચામુંડા ભવાઈ મંડળ

editor

ત્રીજા દિવસે તોગડિયાએ અમરણાંત ઉપવાસ સમેટ્યા

aapnugujarat
UA-96247877-1