Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

બનાવટી પાસપોર્ટ કેસમાં છોટા રાજન દોષિત

અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશીવ નિખલજે ઉર્ફે છોટા રાજન અને અન્યોને આજે બનાવટી પાસપોર્ટ કેસમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતા. દિલ્હીની એક કોર્ટ દ્વારા તેમને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા. સીબીઆઈના ખાસ જજ વિરેન્દ્રકુમાર ગોયલે બનાવટી પાસપોર્ટ રાખવાના મામલામાં છોટા રાજનને અપરાધી ઠેરવ્યો હતો. ગયા વર્ષે આઠમી જૂનના દિવસે છોટા રાજન સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. તે વખતે તત્કાલિન પાસપોર્ટ અધિકારી જયશ્રી દત્તાત્રેય, દિપક નટવરલાલ શાહ અને લલિતા લક્ષ્મણ સામે પણ આરોપો ઘડવામાં આવ્યા હતા. ફોજદારી કાવતરા, છેતરપિંડી, દસ્તાવેજાની બનાવટ સહિતના મામલામાં ઈÂન્ડયન પિનલ કોડની કલમ હેઠળ તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આક્ષેપ કર્યો હતો કે છોટા રાજનને જયશ્રી દત્તાત્રેય, દિપક નટવરલાલ શાહ અને લક્ષ્મણનની મદદથી ૧૯૯૮-૯૯માં બેંગલોરમાંથી બનાવટી પાસપોર્ટ મળી ગયા હતા. મોહન કુમારના નામ ઉપર છોટા રાજનને પાસપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. રાજન ૮૫ કેસોમાં સંડોવાયેલો છે. જેમાં હત્યાથી લઈને ખંડણી, દાણચોરી અને માદકદ્રવ્યોની હેરાફેરીનો સમાવેશ થાય છે. છોટા રાજનને થોડાક સમય પહેલાથી ઈન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. એક સામે ડોન દાઉદના નેટવર્ક સાથે છોટા રાજન જાડાયેલો હતો. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં છોટા રાજનની સામે કેસો પેન્ડીંગ રહેલા છે. ૨૫મી ઓકટોબર ૨૦૧૫ના દિવસે ઈન્ડોનેશિયન પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ છઠ્ઠી નવેમ્બર ૨૦૧૫ના દિવસે તેને ભારત લાવવામાં આવ્યો હતો.

Related posts

કર્ણાટક : પ્રથમ બજેટમાં જ ખેડૂતોની લોન માફી કરાઈ

aapnugujarat

કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઠાર કરાતા અનેક જગ્યાએ પથ્થરમારો

aapnugujarat

પીએફ કન્ટ્રીબ્યુશનને ઘટાડી ટેકહોમ સેલેરી વધારવા તૈયારી

aapnugujarat

Leave a Comment

URL