Aapnu Gujarat
બિઝનેસ

ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું

આ તહેવારોની સિઝનમાં ઓનલાઈન માર્કેટનું ચલણ સતત વધ્યું છે. તેમાં પણ ટિઅર-૨ અને ટિઅર-૩ શહેરોમાં મજબૂત માગના કારણે ઈ-કોમર્સ સેક્ટરની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યૂ ગતવર્ષની તુલનાએ ૧૨ ટકા વધી ૧૪ અબજ ડોલર (રૂ.૧.૧૮ લાખ કરોડ) નોંધાઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન ચીજવસ્તુઓ મગાવવાનું ચલણ વધ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન વેચાણ ૧૩ ટકા વધ્યા છે. ગ્રાહકો ક્વિક કોમર્સ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યૂટી અને પર્સનલ કેર, હોમ ફર્નિશિંગ, ગ્રોસરી સહિતની ચીજોમાં આકર્ષક ડિસ્કાઉન્ટના કારણે ઓનલાઈન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા હોવાનું રેડસીર સ્ટ્રેટેજી ક્ધસલ્ટન્ટના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. રેડસીર દ્વારા જારી રિપોર્ટ અનુસાર, પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને એવરેજ સેલિંગ પ્રાઈસ કરતાં નીચી કિંમતી ચીજોના ઓનલાઈન વેચાણ વધ્યા છે.

ઓનલાઈન માર્કેટમાં મેટ્રો શહેરોમાં મોટા એપ્લાયન્સિસ, અને પ્રીમિયમ ઈલેક્ટ્રોનિક્સની મજબૂત માગ જોવા મળી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ફેશન, બ્યૂટી-પર્સનલ કેર પ્રોડક્ટ્સની માગ સૌથી વધુ રહી છે. આ વર્ષે તહેવારોની સિઝનમાં દેશના ટિઅર-૨ શહેરોમાં ઈ-કોમર્સ સેલિંગ વધ્યા છે. જે ગ્રાહકોનો ઈ-કોમર્સ પ્રત્યે વધતો વિશ્વાસ દર્શાવે છે. ઈ-કોમર્સ માર્કેટ આગામી સમયમાં ઝડપથી વધવાનો આશાવાદ છે. જેની પાછળનું કારણ ઓનલાઈન મળતાં આકર્ષક ડિસ્કાઉન્ટ, રિટર્ન-રિપ્લેસ પોલીસી અને ઘરેબેઠા ખરીદીની સુવિધા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ઈ-કોમર્સ સેગમેન્ટમાં ગ્રાહકો દ્વારા સૌથી વધુ ખરીદી ફેશન પ્રોડક્ટ્સ અર્થાત એપરલમાં રહી છે. એથનિક વેર, જ્વેલરી, એસેસરિઝની માગ ત્રણ ગણી વધી છે. આ સિવાય ઝડપથી મિનિટો,કલાકો, અને સેમ ડે ડિલિવરી વિકલ્પોની સાથે ક્વિક કોમર્સ સેક્ટર પણ વિસ્તરી રહ્યું છે.

Related posts

पंजाब नैशनल बैंक : पहली तिमाही में १,०१९ करोड़ रुपये का शुद्ध लाभ

aapnugujarat

રૂપિયા ૫૦૦ની નવી નોટોમાં ઇન્સેટમાં એ લખવામાં આવ્યું

aapnugujarat

घाटे में चल रहीं 19 सरकारी कंपनियां होंगी बंद

aapnugujarat
UA-96247877-1