વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરિમયાન દેશમાં કોલસાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૩.૦૩૪ કરોડ ટન સામે ૭.૮ ટકા વધીને ૧૪.૦૬૦ કરોડ ટનની સપાટીએ રહી હોવાનું બી ટૂ બી ઈ-કોમર્સ કંપની એમજંક્શન સર્વિસીસ લિ.એ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એકંદરે સ્થાનિક સ્તરે પર્યાપ્ત સ્ટોક અને સ્પોટ ઈ-ઑક્શનમાં વૉલ્યુમ વધુ હોવાથી એકંદરે આગામી સમયગાળામાં આયાતી કોલસામાં માગ સાધારણ રહે તેવી શક્યતા એમજંક્શનના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વિનય વર્માએ જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં કોલસાની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૨.૧૬૦ કરોડ ટન સામે ૧૦.૦૯ ટકા ઘટીને ૧.૯૪૨ કરોડ ટનની સપાટીએ રહી હતી. તેમ જ કુલ આયાતમાં નોન કોકિંગ કૉલની આયાત ઘટીને ૧.૩૨૪ કરોડ ટન (૧.૪૮૮ કરોડ ટન) અને કોકિંગ કૉલની આયાત પણ ઘટીને ૩૩.૯ લાખ ટન (૪૫.૯ લાખ ટન)ની સપાટીએ રહી હતી.