Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં એક JCO જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાના આતંકવાદ સામેના ઓપરેશનમાં સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં અન્ય ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. તાજેતરમાં બે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ (વીડીજી)ની હત્યા બાદ સઘન શોધખોળ વચ્ચે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી, જેના આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડના ભારત રિજ ક્ષેત્રમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ એ જ આતંકવાદી જૂથ હતું જેણે બે નિર્દોષ વીડીજીનું અપહરણ કરીને હત્યા કરી હતી. તેઓને ચેતવણી આપવામાં આવી હતી અને ત્યારબાદ ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક ગોળીબારમાં એક JCO સહિત ચાર સૈન્યના જવાનો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં જેસીઓ શહીદ થયા હતા. ટ્વિટર પર એક પોસ્ટમાં, સેનાએ લખ્યું કે વ્હાઇટ નાઈટ કોર્પ્સના GOC અને સૈનિકોની તમામ રેન્ક 2 પેરાના બહાદુર નાયબ સુબેદાર રાકેશ કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. સુબેદાર રાકેશ કિશ્તવાડના ભારત રિજના સામાન્ય વિસ્તારમાં શરૂ કરાયેલ સંયુક્ત આતંક વિરોધી ઓપરેશનનો ભાગ હતો. આ દુઃખની ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવારની સાથે છીએ.

આ અગાઉ પોલીસ પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી હતી કે બે VDG ની હત્યાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે અથડામણ ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે માનવામાં આવે છે કે આ વિસ્તારમાં ત્રણ કે ચાર આતંકીઓ છૂપાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Related posts

રાયબરેલીમાં મોદીના કાર્યક્રમને લઇ ઉત્સુકતા

aapnugujarat

કૈરાના ઇફેક્ટ : શેરડી ખેડૂત માટે ૮૦૦૦ કરોડ અપાશે

aapnugujarat

કેન્દ્ર સરકાર દ્વારા અશાંત ક્ષેત્રમાં વોટ્‌સએપ કોલિંગ સેવા બ્લોક કરાશે

aapnugujarat
UA-96247877-1