Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પના વિજયથી અમેરિકા સાથે ફરી ટ્રેડ વોરનું ચીનના માથે તોળાતું જોખમ

અમેરિકાના ૪૭માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હવે નિશ્ચિત બનતા અમેરિકા અને ચીન વચ્ચે ચાર વર્ષના ગાળા બાદ ફરી ટ્રેડ વોર શરૂ થવાની શકયતા જોવાઈ રહી છે. પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વેળા ચીન સામે વેપાર પગલાંની ચીમકી ઉચ્ચારી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની આ ચીમકીને  જોતા ચીન સામે હવે વેપાર, ટેકનોલોજી તથા સિક્યુરિટીના  મુદ્દે જોખમ તોળાઈ રહ્યા છે. તાજેતરના પોતાના રિપોર્ટમાં બાર્કેલેસે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ ફરી સત્તા પર આવશે તો, ચીન સાથે સંપૂર્ણ સ્તરની ટ્રેડ વોર જોવા મળશે અને ચીને મોટા રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડશે.

ચીન ખાતેથી અમેરિકામાં થતી નિકાસ પર ૬૦ ટકાથી વધુ ટેરિફસ ઝિંકવાની અને વેપાર માટે  ચીનના મોસ્ટ ફેવર્ડ નેશનનો અંત લાવવાની પણ પોતાની દરખાસ્ત હોવાનું ટ્રમ્પે પ્રચારમાં જણાવ્યું હતું.

ટેકનોલોજીસ તથા પૂરવઠા સાંકળને વિખૂટા પાડવામાં ટ્રમ્પ ઝડપ કરશે તેવી પણ ચીનને ચિંતા છે. આમ થશે તો ચીનનો આર્થિક વિકાસ દર જોખમમાં મુકાશે એમ એક અન્ય રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.૨૦૨૩માં ચીન ખાતેથી અમેરિકામાં ૫૦૧.૨૨ અબજ ડોલરના માલસામાનની નિકાસ જોવા મળી હતી.

પ્રમુખપદ સંભાળ્યા બાદ ટ્રમ્પની સૂચિત પગલાંને ધ્યાનમાં રાખી ચીનના સત્તાવાળા પોતાના અર્થતંત્રને ટકાવી રાખવા વધુ સ્ટીમ્યુલ્સ જાહેર કરે તેવી વકી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા ચીન તરફથી આ પગલાં આવવાની શકયતા છે.

Related posts

जर्मनी के हनाऊ शहर में गोलीबारी, 8 लोगों की मौत

aapnugujarat

US ने खोली पाक की पोल, कहा, सिर्फ दिखावा है हाफिज की गिरफ्तारी

aapnugujarat

ટેક્સાસમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર ભારતીયો જીવતાં ભૂંજાયા

aapnugujarat
UA-96247877-1