Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડાના ઈમિગ્રેશન બેકલોગમાં થયો વધારો, લાખો અરજીઓ છે પેન્ડિંગ

કેનેડા સતત પોતાની ઈમિગ્રેશન પ્રોસેસને સુવ્યવસ્થિત અને ઝડપી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમ છતાં ઈમિગ્રેશનનો બેકલોગ સતત વધી રહ્યો છે અને પેન્ડિંગ અરજીઓની સંખ્યા સતત વધી રહી છે. 04 નવેમ્બરના રોજ અપડેટ કરાયેલા નવા સત્તાવાર IRCC ડેટા સૂચવે છે કે રેકોર્ડબ્રેક લગભગ 2.5 મિલિયન એપ્લિકેશન પ્રોસેસિંગ હેઠળ હતી. તેમાંથી લગભગ 1.1 મિલિયન અરજીઓ માટે સામાન્ય પ્રક્રિયાથી વધુ સમય લાગે છે જેના કારણે તેને બેકલોગ ગણવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમમાં કુલ 24,50,600 સિટિઝનશિપ, પરમેનેન્ટ રેસિડન્સ અને ટેમ્પરરી રેસિડન્સ એપ્લિકેશન પ્રોસેસ હેઠળ હતી. 10,97,000 અરજીઓ IRCCના સર્વિસ સ્ટાન્ડર્ડ્સથી વધી ગઈ છે અને તે હવે બેકલોગમાં આવી ગઈ છે.

ઈમિગ્રેશન બેકલોકના કારણે ઘણા પડકારો પણ ઊભા થાય છે. જેની સૌથી મોટી અસર લેબર માર્કેટ પર પડી રહી છે. વર્ક પરમિટની પ્રક્રિયામાં વિલંબથી ફોરેન ટેલેન્ટ પર આધાર રાખતી ઈન્ડસ્ટ્રીઝ પરનો તણાવ વધે છે. ખાસ કરીને હેલ્થકેર અને ટેક્નોલોજી જેવા સેક્ટર્સ ફોરેન ટેલેન્ટ પર વધારે આધાર રાખે છે અને આ સેક્ટર્સને વધારે અસર થાય છે. આ ઉપરાંત પરિવાર માટે રાહ જોવાનો સમય પણ લંબાય છે. ઈમિગ્રેશન પ્રોસેસમાં વિલંબના કારણે ફેમિલી રિયુનિફિકેશનનો સમય લંબાય છે. તેની સાથે સાથે સિટિઝનશિપ અથવા પરમેનેન્ટ રેસિડેન્સીની રાહ જોઈ રહેલા અરજદારો ઘણીવાર અનિશ્ચિતતા અને નાણાકીય તાણ અનુભવે છે.
જોકે, IRCC આ બેકલોગને ઝડપથી ઘટાડવા માટેનું આયોજન કરી રહ્યું છે. IRCCએ વર્તમાન પ્રક્રિયાની ઝડપ અને માંગને ધ્યાનમાં લઈને IRCCએ બેકલોગ માટે તેની ભવિષ્યની યોજનાઓની રૂપરેખા આપી છે. ડિપાર્ટમેન્ટ 80 ટકા અરજીઓને ચોક્કસ સર્વિસ સ્ટાન્ડર્ડ્સની અંદર પ્રક્રિયા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ અંદાજ ખાસ કરીને સ્ટડી અને વર્ક પરમિટ માટે અરજીઓમાં વધારાને મેનેજ કરવાના પડકારને રિફ્લેક્ટ કરે છે. વિવિધ ટેમ્પરરી રેસિડેન્ટ વિઝાની માંગમાં વધારો થયો છે, જેના કારણે આ કેટેગરીઝમાં સૌથી વધુ માંગ હોય છે.

કેનેડા આ બેકલોગને ઘટાડવા માટેના સતત પ્રયાસો કરી રહ્યું છે. જેમાં તે પીક ટાઈમ હોય એટલે કે જ્યારે અરજીઓ સૌથી વધારે આતી હોય તે સમય દરમિયાન ઈમિગ્રેશન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરી રહ્યું છે. આ ઉપરાંત કેનેડાએ હાલમાં પોતાને ત્યાં ઈમિગ્રેશન પર નિયંત્રણ મૂકવાનું શરૂ કર્યું છે અને તેના માટે તે ટેમ્પરરી વિઝા માટેના કડક માપદંડો લાગુ કરવાથી અને માંગને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તેની સાથે સાથે સ્ટ્રેટફોરવર્ડ એપ્લિકેશન પર પ્રક્રિયા કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI અને મશીન લર્નિંગ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી પ્રક્રિયાના સમયને ઝડપી બનાવવાનું વિચારી રહ્યું છે જેથી કરીને બેકલોગ ઘટાડી શકાય છે.

Related posts

ईरान ने फिर अमेरिका को धमकाया

editor

भारत के साथ खड़ी रहेगी अमेरिकी सेना : व्हाइट हाउस

editor

ट्रंप ने पाक. को १६२४ करोड़ की सैन्य सहायता पर रोक

aapnugujarat
UA-96247877-1