Aapnu Gujarat
મનોરંજન

‘મિથ્યા’ રિવેન્જ ડ્રામા સાથે હુમા કુરેશી ફરી સજ્જ

‘મિથ્યા – ધ ડાર્કર ચેપ્ટર’ વેબ સિરીઝની બીજી સિઝન આવી રહી છે, જેમાં હુમા કુરેશી અને અવંતિકા દાસાની અને નવા કસ્તુરિયા મુખ્ય રોલમાં છે. આ કલાકારો તેમની સિરીઝના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં.હુમા આ સિરીઝમાં એક નવા રોલમાં જોવા મળસે, જેમાં બે સાવકી બહેનો જુહી એટલે કે હુમા કુરેશી અને રિયા એટલે કે અવંતિકા દાસાનીની વાત છે. તેમની વચ્ચે તેમની બદલો લેવાની ભાવના, તેમનાં અસ્થિર સંબંધો સાથે પ્રતિશોધની વાર્તા રજૂ કરે છે, જે સિરીઝ દિવાળીથી સ્ટ્રીમ થશે. મિથ્યામાં નવીન કસ્તુરિયા, રજિત કપૂર, ઈન્દ્રનીલ સેનગુપ્તા, અવંતિકા અકેરકર, રુશદ રાણા, ક્રિષ્ના બિષ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અમદાવાદની મુલાકાતે આવેલી હુમા કુરેશીએ ઉત્સાહ સાથે કહ્યું કે, “હું અમદાવાદની મુલાકાત અંગે હંમેશા રોમાંચિત હોઉં છું. મારી છેલ્લી ફિલ્મ અહીં શુટ થઈ છે! અમદાવાદમાં શૂટિંગ માટે અનેક દિવસો વિતાવ્યા પછી, આ શહેર હવે મારા માટે એક પરિચિત સ્થળ બની ગયું છે. અમે ગુલાબી ફિલ્મનું શૂટિંગ પણ અહી જ કર્યું હતું. હું આ શોમાં એક એવી વ્યક્તિ છું જે સંજોગોને કારણે સંવેદનશીલ બને છે અને વેર વાળે છે. આ ઉત્તેજક, અને આક્રમક ભૂમિકા માટે મને પસંદ કરવા બદલ હું નિર્માતાઓની આભારી છું.

Related posts

સુશાંતના મોત બાદ સલમાન ખાને આપેલ પ્રતિક્રિયાને સોના મહાપાત્રએ ગણાવ્યો PR સ્ટંટ

editor

‘कमांडो’ बड़ी फिल्म है : अदा

aapnugujarat

ड्रग मामला : मुंबई की अदालत ने श्वेता कुमारी को न्यायिक हिरासत में भेजा

editor
UA-96247877-1