Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકાએ સનથ જયસૂર્યાને હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા

અનુભવી બેટિંગ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાને શ્રીલંકન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. સોમવારે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ જયસૂર્યાને મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય લીધો હતો. SLCએ X પોસ્ટથી આ માહિતી આપી હતી.

55 વર્ષીય જયસૂર્યાને ભારત, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે ટીમના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ટીમે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે. ટીમે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું, જોકે ટીમ 3 મેચની શ્રેણી 2-1થી હારી ગઈ હતી. આ પહેલા ટીમે ભારત સામેની વનડે શ્રેણીમાં 2-0થી જીત મેળવી હતી.

જયસૂર્યાને સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકન ટીમના વચગાળાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જયસૂર્યાનો કાર્યકાળ 31 માર્ચ 2026 સુધી ચાલશે.

સિલ્વરવુડના રાજીનામા બાદ જયસૂર્યાને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024માં ખરાબ પ્રદર્શન બાદ સિલ્વરવુડે રાજીનામું આપ્યું હતું. વાનિન્દુ હસરાંગાની કેપ્ટનશિપની શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. તે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું.

ટીમે સિલ્વરવુડના કોચશિપ હેઠળ 2022માં T20 એશિયા કપ જીત્યો હતો અને તેમના કાર્યકાળ દરમિયાન 2023 ODI એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Related posts

अफगानिस्तान में आत्मघाती बम हमले में आठ की मौत

editor

આઈપીએલ : આજે મુંબઈ – દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રોમાંચક જંગ : બપોરે ૪ વાગ્યાથી જીવંત પ્રસારણ

aapnugujarat

दिल्ली जाएंगे अश्विन

aapnugujarat
UA-96247877-1