Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના 17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં

ઇઝરાયેલી સૈન્ય IDF એ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીરી અંગે નવા આંકડા જાહેર કર્યા છે, જેમાં ઇઝરાયેલ પર છોડવામાં આવેલા રોકેટથી લઇને લેબનોન અને ગાઝામાં ઇઝરાયેલી વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સંખ્યા સામેલ છે.

ઈઝરાયેલની સેનાએ આ રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે, તેણે ગાઝામાં કેટલા હમાસ લડવૈયાઓને માર્યા છે અને તેના કેટલા સૈનિકો માર્યા ગયા છે.

રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની સેનાએ છેલ્લા એક વર્ષમાં ગાઝામાં લગભગ 17 હજાર હમાસ લડવૈયાઓને માર્યા છે. 7 ઓક્ટોબરે ઇઝરાયેલની સેનાએ ઇઝરાયેલમાં જ હમાસના એક હજાર લડવૈયાઓને મારી નાખ્યા હતા.

વાસ્તવમાં, 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને લગભગ 250 ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા અને તેમના હુમલા દરમિયાન લગભગ 1200 ઇઝરાયલી માર્યા ગયા. બંધકોને મુક્ત કરવા અને હમાસને ખતમ કરવા માટે, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં ઓપરેશન સ્વોર્ડ શરૂ કર્યું. એક વર્ષ પછી જાહેર કરાયેલા સેનાના એક્શન રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે તેણે હમાસને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

હમાસને કેટલું નુકસાન?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સેનાએ ગાઝામાં લગભગ 40,300 ટાર્ગેટ્સને નિશાન બનાવ્યા છે અને લગભગ 4,700 હમાસ ટનલને શોધી કાઢીને તેનો નાશ કર્યો છે. સેનાએ હમાસના આઠ બ્રિગેડ કમાન્ડર અને સમાન રેન્કના 30થી વધુ બટાલિયન કમાન્ડરોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ હમાસના 165થી વધુ કંપની કમાન્ડર અને સમાન રેન્કના સભ્યો પણ માર્યા ગયા છે.

આ સિવાય IDFએ લેબનોનમાં તેની કાર્યવાહી પર કહ્યું કે તેણે લેબનોનમાં લગભગ 800 આતંકવાદીઓને મારી નાખ્યા છે, જેમાંથી મોટાભાગના ઈરાન સમર્થિત સંગઠનો સાથે સંકળાયેલા હતા. લેબનોનમાં ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે હિઝબુલ્લાના લગભગ 11 હજાર સ્થાનોને નિશાન બનાવ્યા છે.

ઇઝરાયલ સેનાનું નુકસાન

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં IDFને હમાસ તરફથી પણ સખત પડકારનો સામનો કરવો પડ્યો છે, છેલ્લા એક વર્ષમાં હમાસ સાથેના સંઘર્ષમાં 728 ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં 4,576 સૈનિકો ઘાયલ થયા છે.

Related posts

અમેરિકાએ ઉ. કોરિયા પરથી ફાઈટર જેટ – બોંબર ઉડાવ્યાં

aapnugujarat

સાઉદીના રોયલ પેલેસ પર હુમલો, બે સુરક્ષા કર્મીના મોત :હુમલાખોર ઠાર

aapnugujarat

Attack on drug rehabilitation centre in Mexico, 24 died

editor
UA-96247877-1