Aapnu Gujarat
બિઝનેસ

કેનેડામાં ભણ્યા પછી નોકરી કરવી થઈ વધુ મુશ્કેલ, ભારતીયોને PGWPના ફેરફારથી ફટકો પડશે

કેનેડા ધીરે-ધીરે વિદ્યાર્થીઓને અપાતી રાહતોને ઓછુ કરી રહ્યું છે. પહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને દર વર્ષે અપાતી સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કરાયો છે અને હવે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું છે કે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા પર લાગેલી લિમિટ એવી જ રહેશે. આની સાથે જ ટેમ્પરરી રેસિડન્ટ્સના કેનેડા આવવાનું પ્રતિબંધિત કરવું અને ઈમિગ્રેશન સિસ્ટમની અખંડતાને બરકરાર રાખવા માટે નવા ઉપાય લાવવામાં આવ્યા હતા.

કેનેડામાં જે પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે એનાથી ભારતીય સ્ટુડન્ટ્સ પર એની અસર થવાની છે. સૌથી મોટો પ્રભાવ સ્ટડી પરમિટ પર થશે એમ સામે આવી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કેનેડા ભણવા માટે ગયા છે. હવે આમાં થયેલા ફેરફારમાં સૌથી મોટો ફેરફાર પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પ્રોગ્રામ અને સ્પાઉસ વર્ક એલિજિબલિટીને લઈને થયો હતો. કેનેડામાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી માટે PGWP પ્રોગ્રામ ચલાવાય છે. આ ફેરફારોથી ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડામાં ભણવાનો મોહભંગ થઈ શકે છે.

PGWPને લઈને કયા ફેરફારો થયા છે?
પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ( PGWP ) વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી કેનેડામાં કામ કરવા માટે અપાય છે. PGWPની અવધિ કેનેડામાં પૂરા કરાયેલા કોર્સની અવધિ પર નિર્ભર કરે છે અને 8 મહિનાથી 3 વર્ષ સુધીની હોય છે. માર્ક મિલરે કહ્યું છે કે PGWP માટે 1 નવેમ્બર પછી અપ્લાય કરનારા લોકો માટે પરમિટ તેમના અભ્યાસના આધારે નક્કી કરવામાં આવે છે.

મિલરે કહ્યું કે બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટોરલ પ્રોગ્રામનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી PGWP અંતર્ગત કામ કરી શકે છે. તેમણે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ પોતાના નોલેજ અને સ્કિલને ટ્રાન્સફર કરવા અને બદલાતી આર્થિક પરિસ્થિતિઓને વધારે સારી રીતે અપનાવવામાં સક્ષમ હોય છે. કોલેજ સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા પ્રોગ્રામમાં ગ્રેજ્યુએશન કરનારા વિદેશી વિદ્યાર્થીઓ હવે PGWP માટે એલિજિબલ નહીં હોય, જ્યાં સુધી તેમનું કામ લેબર માર્કેટ ફિલ્ડ સાથે જોડાયેલું નહીં હોય ત્યાં સુધી.

માત્ર એટલું જ નહીં પરંતુ PGWP માટે વિદ્યાર્થીઓને ફ્રેન્ચ અને ઇંગ્લિશ ભાષમાં ફ્લુઅન્સી હોય એ પણ બતાવવું પડશે. 1 નવેમ્બર 2024થી અથવા ત્યારપછી PGWP માટે આવેદન કરનારા યુનિવર્સિટીઝના ગ્રેજ્યુએટ્સ માટે કેનેડિયન લેન્ગ્વેજ બેન્ચમાર્ક લેવલ 7 અને કોલેજ ગ્રેજ્યુએટ્સ માટે સીએલબી 5ની જરૂર પડશે. કેનેડિયન મિનિસ્ટર મિલરે કહ્યું કે આની સખત જરૂર છે. તેમણે કહ્યું કે આના પરિણામ સ્વરૂપ ત્રણ વર્ષની અવધિમાં 1 લાખ 75 હજાર PGWP ઓછા થઈ જશે.

સ્પાઉસને અપાતી વર્ક પરમિટમાં થયો ફેરફારવડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સરકારે વિદેશી વિદ્યાર્થીઓના સ્પાઉસને વર્ક પરમિટ જારી કરવાનાં એપ્રિલ, 2024થી બંધ કરી દીધા હતા. માત્ર માસ્ટર ડિર્ગી, ડોક્ટોરલ અથવા અન્ય કોઈ પ્રોફેશનલ ડિર્ગી પ્રોગ્રામનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના સ્પાઉસને જ વર્ક પરમિટ અપાઈ રહી છે. જોકે આ સમયે કોર્સની ડ્યુરેશનના આધારે સ્પાઉસને વર્ક પરમિટ આપવાની કોઈ શરતો નહોતી. પરંતુ હવે સ્પાઉસને વર્ક પરમિટ ત્યારે જ અપાશે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ ઓછામાં ઓછો 16 મહિના સુધી ચાલવાનો હોય.

Related posts

હવે મફ્ત ડેટાની ભેટ મોદી સરકાર આપે તેવી શક્યતા

aapnugujarat

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

aapnugujarat

એર ઇન્ડિયાને ખરીદવા ટાટા જૂથ અને સ્પાઇસ જેટ મેદાનમાં

editor
UA-96247877-1