Aapnu Gujarat
બિઝનેસ

NRI ડિપોઝિટ્સમાં ઉછાળો, એપ્રિલ-જુલાઈ 2024માં 5.82 બિલિયન ડોલર જમા થયા

નોન-રેસિડન્ટ્સ ઈન્ડિયન્સ એટલે કે NRIs વિદેશમાં ધરખમ કમાણી કરતા હોય છે અને ઘણા NRIs ભારતમાં રોકાણ પણ કરતાં હોય છે. NRI દ્વારા ભારતમાં કેટલું રોકાણ કરવામાં આવે છે તે અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા ડેટા પણ જાહેર કરવામાં આવે છે. હાલમાં રિઝર્વ બેંક દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સામે આવ્યું છે કે, વિદેશી ભારતીયોએ એપ્રિલ-જુલાઈ 2024 (FY25)માં NRI ડિપોઝિટ સ્કીમ્સમાં અંદાજીત 5.82 બિલિયન ડોલર જમા થયા હતા. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં આ સ્કીમ્સમાં ડિપોઝિટ થયેલી રકમ કરતાં 93.35 ટકા વધારે છે. જુલાઈ 2024 સુધીમાં આઉટસ્ટેન્ડિંગ NRI ડિપોઝિટ્સ 157.15 બિલિયન ડોલર હતી. NRI ડિપોઝિટ સ્કીમ્સમાં ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (FCNR) ડિપોઝિટ્સ, નોન-રેસિડન્ટ એક્સટર્નલ (NRE) ડિપોઝિટ્સ અને નોન-રેસિડન્ટ ઓર્ડિનરી (NRO) ડિપોઝિટ્સનો સમાવેશ થાય છે.

એપ્રિલ-જુલાઈ 2024ના સમયગાળા દરમિયાન મેક્સિમમ ફ્લો FCNR (B) ડિપોઝિટ્સમાં આવ્યો હતો. RBIના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન લગભગ 2.83 બિલિયન ડોલરનો ફ્લો આ ખાતાઓમાં થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.44 બિલિયન ડોલર હતો. FCNR (B) એકાઉન્ટ્સ આઉટસ્ટેન્ડિંગ રકમ 28.57 બિલિયન ડોલર હતી. FCNR (B) એકાઉન્ટ ગ્રાહકોને એકથી પાંચ વર્ષ સુધીના સમયગાળા માટે ફ્રીલી કન્વર્ટિબલ ફોરેન કરન્સીમાં ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ જાળવી રાખવા દે છે. એકાઉન્ટ ફોરેન કરન્સીમાં જાળવવામાં આવતું હોવાથી તે ડિપોઝિટના સમયગાળા દરમિયાન ચલણની વધઘટ સામે ફંડને સુરક્ષિત કરે છે.

આ દરમિયાન NRE ડિપોઝિટ્સ આ સમયગાળા દરમિયાન 1.78 બિલિયન ડોલરનો ફ્લો જોવા મળ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 568 મિલિયન ડોલરનો ફ્લો હતો. આઉટસ્ટેન્ડિંગ NRE ડિપોઝિટ્સ હવે 99.98 બિલિયન ડોલર છે. એ જ રીતે NRO ડિપોઝિટ્સમાં પણ એપ્રિલ-જુલાઈ FY25માં 1.2 બિલિયન ડોલરનો કેશ ફ્લો જોવા મળ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન એક બિલિયન ડોલર હતો. જુલાઈ 2024માં NRO ડિપોઝિટ્સમાં આઉટસ્ટેન્ડિંગ રકમ 28.6 બિલિયન ડોલર હતી. NRO એકાઉન્ટ એ NRIs માટે રૂપિયા-પ્રમાણિત બેંક ખાતું છે.

Related posts

ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર અને કેબલ ઑપરેટર્સને પણ બદલી શકાશે

aapnugujarat

ઓનલાઈન શોપિંગમાં આપવો પડશે આધાર નંબર

aapnugujarat

એચ-૧બી વીઝા પ્રક્રિયાને અમેરિકા વધુ કઠોર કરશે

aapnugujarat
UA-96247877-1