Aapnu Gujarat
ગુજરાત

સુરતના વેસુ ખાતે અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના ૪૯મા વાર્ષિક મહિલા સંમેલન- ‘સંરક્ષણમ્’માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભગવાન મહાવીર યુનિવર્સિટીવેસુ ખાતે તા.૨૦ થી ૨૨ સપ્ટે. દરમિયાન આયોજિત ત્રિ-દિવસીય અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના ૪૯મા વાર્ષિક મહિલા સંમેલન- ‘સંરક્ષણમ્’ના પ્રથમ દિને સંમેલનમાં સહભાગી થયા હતા. તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય મહાશ્રમણજી અહીં ચાતુર્માસ વિતાવી રહ્યા છેતેમની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મહિલાઓને સંબોધતાં જણાવ્યું હતું કેભારતીય નારીશક્તિએ હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવાન્વિત કરી છે. સંસ્કારી બાળક માતા અને પરિવાર માટે સૌથી મોટી પૂંજી છે. ભારતના ઋષિ મુનિઓએ પ્રાચીનકાળથી જ સોળ સંસ્કારની વિભાવના આપી હતી. ગર્ભ સંસ્કાર એ ઋષિપરંપરાથી સ્વીકૃત છે.

તેમણે રાષ્ટ્રનું નિર્માણ આધુનિક સુખસુવિધાઓ ઉભી કરવાથી નહીંપરંતુ વીર માતાઓના સતીત્વને ઉજાગર કરવાથી થાય છે એમ જણાવી સમાજ અને સંસ્કૃતિને ઊર્ધ્વગતિ તરફ લઈ જવા કે પતન તરફ એનો મદાર નારીશક્તિ પર રહેલો છે એવો મત વ્યક્ત કરતાં નારીઓને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું.

કરૂણાપ્રેમવાત્સલ્ય અને અદ્દભુત સહનશક્તિનો સ્ત્રોત એટલે સ્ત્રી- એવી પ્રેરક વ્યાખ્યા આપતાં તેમણે કુદરતે સ્ત્રીને આપેલા અપાર શક્તિના ખજાનાનો પરિવારસમાજ અને દેશહિતમાં ઉપયોગ કરવાની શીખ આપી હતી.

 

રાજ્યપાલશ્રીએ કહ્યું કેપ્રાચીનમધ્ય અને વર્તમાન એમ ત્રણ કાળમાં વહેંચાયેલો ભારતનો ઈતિહાસ વૈવિધ્યસભર રહ્યો છે. પ્રાચીન કાળમાં નારીઓ પુરૂષ સમોવડી બલકે પુરૂષોથી પણ અધિક સન્માનિત હતી. પરંતુ  મધ્યકાળમાં સ્થિતિ દયનીય હતી. મધ્યકાળમાં મહિલાઓ પર જેટલું દમન થયું એટલું જ વર્તમાનમાં મહિલાઓ પૂરજોશથી આગળ વધી છે.

તેમણે પરિવાર અને સમાજના ચાલકબળ સમાન સ્ત્રીશક્તિને બિરદાવતાં કહ્યું કેસમાજ અને સંસ્કૃતિની જનેતા જ નારીશક્તિ છે. ભારતીય સનાતન સંસ્કૃતિ વર્ષોથી સ્ત્રીને દેવી સ્વરૂપ તરીકે માનતી આવી છે. જ્યાં નારીઓનું સન્માન થાય છેત્યાં દેવત્વનો વાસ છે- એવી ભાવના વેદો-પુરાણોએ આપણને શીખવી છેએમ જણાવી આધુનિક યુગમાં પણ અધ્યાત્મ અને પરિવારવાદની સંસ્કૃતિનું જતન કરી રહેલા તમામ મહિલા સભ્યોહોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલશ્રીએ ચાતુર્માસ વિતાવી રહેલા સાધ્વીજીઓના તપ-ત્યાગને બિરદાવતાં જણાવ્યું કેસાધ્વીજીઓએ સંપૂર્ણ જીવન માનવતાના કલ્યાણ માટે સમર્પિત કર્યું છેમાનવીય મૂલ્યોની સ્થાપના કરનાર સાધુ-સાધ્વીઓ નવી પેઢીને દિશાદર્શન આપી રહ્યા છે.

તેમણે સ્વઅનુભવ વર્ણવતાં કહ્યું કેયુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં ૮૦ ટકા દીકરીઓ હોય છે. આજની મહિલાઓ એ.કે.૪૭ રાઈફલ સાથે દેશની સીમાઓનું રક્ષણ કરી રહી છે. નેશનલ ડિફેન્સ એકડેમીમાં દીકરીઓના પ્રવેશનો માર્ગ પણ વડાપ્રધાનશ્રીએ ખોલ્યો છે. ભારતની નારીઓએ વિકટ પરીસ્થિતિમાં ભારતના ગૌરવ અને અસ્મિતાને આંચ આવવા દીધી નથી.

આચાર્ય મહાશ્રમણજીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું કેસમાજના નિર્માણમાં સ્ત્રી અને પુરૂષોનું સહિયારૂ યોગદાન રહેલું છે. તેરાપંથના પૂર્વ આચાર્ય તુલસીજીએ માનવજાતિના ઉત્થાન માટે કાર્ય કર્યુ છે. અખિલ ભારતીય મહિલા તેરાપંથની મહિલા મંડળની બહેનો કન્યાઓના સંરક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે કન્યાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. માતાઓ દ્વારા બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે. પરિવારમાં કોઈ કંકાસમતભેદ અને વિચારભેદ ન થાય તે માટે મહિલાઓની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ચાતુર્માસમાં પધારેલા સાધ્વી પ્રમુખા શ્રી વિશ્રુતવિભાજીએ જણાવ્યું કે, ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી’ એટલે કેમા અને માતૃભુમિ સ્વર્ગથી મહાન છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય તેરાપંથની મહિલાઓ ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટે ચિંતન કરી રહી છે. આધુનિકતાની સાથે અધ્યાત્મને જોડીને મહિલાઓ કાર્ય કરી રહી છે. મહિલા મંડળની બહેનો પાંચ હજારથી વધુ કન્યાઓને શિક્ષણ આપી રહી છે. મહિલાઓ કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળી એફર્ટ ઝોનમાં આવે. તેરાપંથ મહિલાઓ કરિયર ઓરિએન્ટેડ જ નહીંકલ્ચર ઓરિએન્ટેડ પણ છે એમ જણાવી તેમણે ભાવિપેઢીને સંસ્કારિત બનાવવા માટે મહિલાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.

અખિલ ભારતીય રાષ્ટ્રીય તેરાપંથ મહિલા મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સરિતા ડાગાએ રાજ્યપાલશ્રીને આવકારી જણાવ્યું કેમંડળમાં સાત હજાર મહિલા સદસ્યો છે. જે ભારત સહિત નેપાળમાં પણ નારી ગૌરવ માટે કાર્યરત છે.

તેરાપંથ જૈન સમુદાય ચાતુર્માસ સમિતિએ રાજ્યપાલશ્રીને તેમના અભિનંદન-આભાર પ્રગટ કરતી સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.

આ વેળાએ મહિલા મંડળ દ્વારા ‘સંરક્ષણમ્’ થીમ સોંગનું લોન્ચિંગ કરાયું હતું.

આ પ્રસંગે મંડળના ઉપાધ્યક્ષ નીલમ સેઠીયામહામંત્રી નીતુ ઓસ્તવાલપોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતભગવાન મહાવીર યુનિ.ના પ્રેસિડેન્ટ ડૉ. સંજય જૈનતેરાપંથ ચાતુર્માસ સમિતિના અધ્યક્ષ સંજય સુરાનામહામંત્રી નાનાલાલ રાઠોડઉપાધ્યક્ષ અંકેશ શાહતેરાપંથ યુવા પરિષદના અધ્યક્ષ અભિનંદન ગાદિયાઅગ્રણી વિનોદ જૈનજૈન સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઇડર તાલુકામાં બાળ લગ્ન નાબુદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સાબરમતી જેલમાં રહેલ ૫૦ દર્દીના એક્સ-રે માટે સલાહ

aapnugujarat

हर्षोल्लास के बीच जन्माष्टमी का त्यौहार को मनाया गया

aapnugujarat
UA-96247877-1