Aapnu Gujarat
મનોરંજન

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની

ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. તેમ છતાં તે લોકો માટે એક પ્રેરણા બની છે. હાલમાં તેના બ્રેસ્ટ કેન્સરના સ્ટેજ 3ની સારવાર ચાલી રહી છે. તેમ છતાં તેમણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં અભિનેત્રી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હેલ્થ અપટેડ શેર કરતી રહી છે.

બ્રાઈડલ લુકમાં હિના ખાન સુંદર લાગી રહી છે

એક બાજુ કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, તો બીજી બાજુ તેમણે પોતાનું કામ પણ ચાલું રાખ્યું છે. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં હિના ખાન કોન્ફિડન્સ સાથે વોક કરી રહી છે. આ જોઈ ચાહકો પણ ખુશ થયા છે. તેમણે હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ વીડિયો શેર કરી એક નોટ પણ લખી છે.

આ વીડિયો ચાહકોને પસંદ આવ્યો

હિનાએ કેપ્ટનશનમાં લખ્યું કે, પપ્પા હંમેશા કહેતા ડેડીસ ગર્લ, ક્યારેય રડવું નહિ. ક્યારેય તમારી મુશ્કેલીઓની ફરિયાદ ન કરો. તમારી જિંદગીનો કંટ્રોલ તમારા હાથમાં હિંમત રાખો અને મુસીબતનો સામનો કરો. એટલા માટે મેરિઝલ્ટ વિશે વિચારવાનું જ બંધ કરી દીધું છે. મે માત્ર એ વસ્તુ પર ધ્યાન આપું છું જે મારા કંટ્રોલમાં હોય. હિના ખાને શેર કરેલા વીડિયોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર તેના બોયફ્રેન્ડ રોકી જ્યસવાલે પણ કોમેન્ટ કરી છે. રોકીએ હિનાની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું માય લવ, આ કોમેન્ટ પરથી હિનાના બ્રેકઅપના સમાચારો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે. હિના ખાન થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે. આ મુશ્કિલ સમયમાં પણ હિના ખાન પોતાની પોસ્ટ દ્વારા લોકોને મોટિવેટ અને અપટેડ આપી રહી છે.હિના ખાન હાલમાં જ ખુલાસો કર્યો કે, તેને મ્યૂકોસાઈટિસ નામની બિમારી છે. આ બિમારી કીમોથેરેપીની સાઈડ ઈફેક્ટના કારણે થઈ છે.

Related posts

આર્સનલના ડિફેન્ડર હેક્ટર સાથે ઇશા ગુપ્તાના સંબંધ

aapnugujarat

ऋतिक, टाइगर को लेकर निर्देशक सिद्धार्थ आनंद बनाएंगे नए युग की एक्शन फिल्म

editor

आयुष्मान और मैं कहीं न कहीं आपस में जुड़े हैं : विक्की कौशल

aapnugujarat
UA-96247877-1