Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના સોલાપુરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડાયું

ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું છે. જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે.
લોકો પાયલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ. આ મામલે રેલવેના સીનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ ૭૦૦ મીટર પૂર્વ દિશામાં એક સિગ્નલ પોઈન્ટની પાસે રેલવે ટ્રેક પર દુર્ઘટનાના ઈરાદે સિમેન્ટનો એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ મામલે સીનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે લગભગ ૮ઃ૩૦ વાગે કોઈ અજાણ્યા શખ્સે કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ ૭૦૦ મીટરના અંતરે પૂર્વ દિશામાં ટ્રેક પર એક મોટો સિમેન્ટનો પથ્થર મૂકી દેવાયો. આ દરમિયાન લોકો પાયલટ રિયાજ શેખ અને જેઈ ઉમેશ બ્રધર ઈલેક્ટ્રિક રેલવેના ઓવરહેડ વાયરની સારસંભાળ માટે ટાવર વેગનને સોલાપુરથી કુર્ડુવાડી લાવી રહ્યાં હતાં.
તેમણે ટ્રેક પર એક પથ્થર જોયો તો ટ્રેનને લગભગ ૨૦૦ મીટરના અંતરે જ રોકી દીધી અને સંબંધિત રેલવે અધિકારીઓને તેની માહિતી આપી. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે.
આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરધનામાં રવિવાર રાતે રેલવે ટ્રેક પર ૭૦ કિલોના સિમેન્ટના બે બ્લોક મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે ટ્રેન સિમેન્ટ બ્લોકને તોડતી આગળ નીકળી ગઈ અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ અંગે કર્મચારીઓએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ મામલે પણ પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.
આ પહેલા કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. ત્યાં ૮ સપ્ટેમ્બરની રાતે લગભગ ૦૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની તરફ જતી કાલિંદી એક્સપ્રેસ ટ્રેન રેલવે લાઈન પર મૂકેલા એલપીજી સિલિન્ડર સાથે ટકરાઈ ગઈ હતી. તે બાદ બ્લાસ્ટ પણ થયો હતો.
આ ઘટના અનવરગંજ-કાસગંજ રેલવે લાઈન પર બર્રાજપુર અને બિલ્હૌર સ્ટેશનની વચ્ચે થઈ હતી. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી છે અને ઘણી એજન્સીઓ તેનો ખુલાસો કરવા માટે તપાસમાં લાગી ગઈ છે.
કાલિંદી એક્સપ્રેસને ઉડાડવાના ષડયંત્રની પાછળ તપાસ એજન્સીઓને આતંકી સંગઠન આઈએસના ખુરાસાન મોડ્યૂલ પર શંકા ઘેરાતી જઈ રહી છે. તેથી આઈબી, એનઆઈએ, યુપી એટીએસ સહિત ઘણી એજન્સીઓ કાનપુરમાં છે અને દરેક પાસાથી ષડયંત્રની તપાસ કરી રહી છે. હાલ તપાસ એજન્સીઓને કોઈ મહત્વના પુરાવા મળ્યાં નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ લોન વુલ્ફ એટેકનો પ્રયત્ન છે.
યુપી એટીએસને આ ઘટનામાં આતંકી સંગઠન આઈએસના ખોરાસાન મોડ્યૂલનો હાથ હોવાની શંકા છે. આ મોડ્યૂલને યુવકો પોતાને કટ્ટરપંથી બનાવીને હુમલાને અંજામ આપે છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મોડ્યુલના આતંકવાદી આ પ્રકારના હુમલા કરે છે.

Related posts

शरद पवार के ED कार्यालय जाने के मद्देनजर कार्यालय के बाहर धारा 144 लागू

aapnugujarat

૨૦૧૯માં મોદીની પીએમ તરીકે હવે વાપસી નહીં થાય : કોંગ્રેસ પાર્ટીમાં ધીમી ગતિએ નવા પ્રાણ ફુંકાયા

aapnugujarat

લોકડાઉન અંગે બાબા રામદેવે કહ્યુ – એનાથી કંઈ ફાયદો નહીં થાય

editor
UA-96247877-1