ટેક્સાસના એન્ના સિટીમાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર ભારતીયોના કમકમાટીભર્યા મોત થયા છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર ચારેય મૃતકો એક SUVમાં સવાર હતાં જેમાં મલ્ટિ-વ્હીકલ ક્રેશ બાદ આગ લાગી ગઈ હતી.
ગાડીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તેમાં સવાર કોઈને પણ બહાર નીકળવાનો મોકો નહોતો મળ્યો અને તમામ ચાર પેસેન્જર્સ જીવતા જ ભૂંજાઈ ગયા હતા. મૃતકોની ઓળખ થઈ શકે તેવી કોઈ નિશાની ના રહી હોવાથી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.