Aapnu Gujarat
શિક્ષણ

ફ્રાન્સમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૭%નો વધારો

ભારતીયોમાં અત્યારે વિદેશમાં ભણવા જવાનો ક્રેઝ લાગ્યો છે, તેઓ પહેલા કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ભણવા માટે જતા હતા. પરંતુ હવે ત્યાં વિઝા નિયમો કડક થઈ જતા તથા જોબ અને હાઉસિંગ ક્રાઈસિસને લીધે હવે ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે અલગ ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવે ફ્રાન્સમાં જ્યારથી અંગ્રેજી ભાષામાં પણ અભ્યાસક્રમની સંખ્યા વધી છે ત્યારથી સ્ટુડન્ટ્‌સની ત્યાં જઈને ભણવાની સંખ્યામાં વધારો થયો છે. ભારતીયો માટે હવે એક પ્રોપર ન્યૂ ડેસ્ટિનેશન તરીકે ફ્રાન્સ પણ એક અગ્રણી વિકલ્પ તરીકે ઊભરી આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ફ્રાન્સમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૭ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં આગામી ૩ વર્ષની અંદર દેશમાં ભણવા આવતા લોકોની સંખ્યામાં ૫ લાખ સુધીનો વધારો નોંધાઈ શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સ એક હોટસ્પોટ બનતું જઈ રહ્યું છે. એનું મુખ્ય કારણ ત્યાંનું કલ્ચર, એજ્યુકેશન ફી અને કરિયર ઓપર્ચ્યુનિટિઝ છે. ફ્રાન્સમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને લઈને પણ અભ્યાસમાં ઘણો વધારે થયો છે.
ફ્રાન્સ દુનિયાની ૭મી સૌથી મોટી ઈકોનોમીમાંથી એક છે. અહીં ૭૫થી વધુ પ્રેસ્ટિજિયસ ઈન્સ્ટીટ્યુટ્‌સ પણ છે. જેમાં યુનિવર્સિટી ઓફ પેરિસ, પેન્થીઓન-સોરબોન, સાયન્સ પો એન્ડ ટેલિકોમ પેરિસ ઈન્ટરનેશનલ રેન્કિંગમાં પણ ટોપ પર છે. અહીં ૩૫૦૦ પબ્લિક અને પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટ્‌સ પણ હાયર એજ્યુકેશન માટે પ્રખ્યાત છે. ફ્રાન્સ બિઝનેસમાં ટોપ કોર્સ ઓફર કરે છે. ફેશન, હોસ્પિટાલિટી અને ડેટા એનાલિટિક્સના કોર્સની ફ્રાન્સમાં ખાસ ડિમાન્ડ છે.
ફ્રાન્સમાં ડિઝાઈનિંગ ઈન્સ્ટીટ્યુટ્‌સમાં પણ સારુ એવું કરિયર સ્ટુડન્ટ્‌સ બનાવી શકે છે. ફ્રાન્સને ફેશનની રાજધાની પણ કહેવાય છે. અહીં દુનિયાની ટોપમોસ્ટ ફેશન ઈન્સ્ટીટ્યુટસ આવેલી છે. એટલું જ નહીં અહીં વર્લ્ડ ફેમસ ડિઝાઈન સ્કૂલ ઈજીર્સ્ંડ્ઢ પણ આવેલી છે. જ્યારે વાત એક્સિલન્સ અને હોસ્પિટાલિટીની આવે છે ત્યારે પણ ફ્રાન્સમાં સ્ટડિઝ સૌથી બેસ્ટ રહે છે. અહીં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ માટે પણ ફ્રેન્ડલી માહોલ હોય છે. સ્ટુડન્ટ્‌સને ભણવાની સાથે અહીં પ્રેક્ટિકલ એક્સપોઝર પણ સારુ એવું મળી જાય છે.
ફ્રાન્સમાં ભણવા માટે પણ તેમને સારા એવા સપોર્ટ મળી રહે છે. અહીં હાઈ એકેડમિક સ્ટાન્ડડ્‌ર્સ અને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં લેન્ગ્વેજ કોર્સિસ અને કાઉન્સિલિંગ સર્વિસિસ પણ મળી રહે છે. અહીં સૌથી મોટી ગેમ ચેન્જિંગ વસ્તુ એ છે કે યુનિવર્સિટિઝ જે છે તે લેન્ગ્વેજ બેરિયરથી બહાર આવી ગઈ છે. અહીં મોટાભાગના કોર્સિસ હવે ઇંગ્લિશ ભાષામાં પણ શીખવવામાં આવી રહ્યા છે જેથી કરીને સ્ટુડન્ટ્‌સ એમાં ભણતા રહેતા હોય છે.
વિદેશમાં ભણવા જવું હોય તો સૌથી પહેલા આર્થિક રીતે તમામ પાસાઓનું પ્લાનિંગ કરવું આવશ્યક હોય છે. ફ્રાન્સમાં આ તમામ પાસાઓ પર પ્લાન કરવું આવશ્યક રહે છે. યુનિવર્સિટીઝ અને ઓર્ગેનાઈઝેશન ફાઈનાન્શિયલ સોલ્યુશન અને વિવિધ સ્કોલરશિપ પણ ઓફર કરે છે. બીજા દેશોની તુલનામાં ફ્રાન્સમાં ભણવું સસ્તુ અને સારુ હોય છે. જોકે આમાં અકોમોડેશન કોસ્ટને એડઓન કરીએ તો પણ અન્ય દેશની તુલનાએ તે બજેટ ફ્રેન્ડલી જ છે. રહેવાના ખર્ચાને પહોંચી વળવા માટે પણ આ સૌથી બેસ્ટ રહે છે. અહીં સ્ટુન્ડન્ટ્‌સ શાનદાર કલ્ચરલ લાઈફ પણ એન્જોય કરી શકશે. સ્ટુડન્ટ રેસિડન્ટ પરમિટ સાથે ભારતીય વિદ્યાર્થીઓ ભણવાની સાથે ત્યાં નોકરી પણ કરી શકે છે. તેઓ વર્ષમાં ૯૬૪ દિવસ કામ કરી શકે છે અને ત્યાં મિનિમમ વેજ ૯.૨૨/ કલાકનો છે. ફ્રાન્સનું વર્ક કલ્ચર પણ શાનદાર છે જેથી કરીને ત્યાં વર્ક લાઈફ બેલેન્સ પણ સારુ એવું મળી રહે છે. આનાથી તેઓ પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને લાઈફમાં પોતાનું બેસ્ટ આપી શકે છે.
ફ્રાન્સ અત્યારે મલ્ટિનેશનલ કોર્પોરેશનનું હબ છે. તેઓ વિવિધ ઈન્ટર્નશિપ અને જોબ ઓપર્ચ્યુનિટિઝ ઓપન કરતા રહેતા હોય છે. ત્યાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પણ હોય છે જેથી કરીને ફાઈનાન્શિયલ ફ્રિડમનો મુદ્દો પણ વધારે રહેતો નથી. ફ્રેન્ચ યુનિવર્સિટિઝ એક પરફેક્ટ એલ્યુમની નેટવર્કને લીધે જુનિયર્સને પણ સતત મદદ કરતું રહે છે. ત્યાં જોબ પ્લેસમેન્ટ અને ઈન્ટર્નશિપ પણ સરળતાથી મળી જાય છે. જેથી કરીને સ્ટુડન્ટ્‌સની કારકિર્દી પણ સારી રીતે બની જાય છે.
સરકાર તરફથી કઈ કઈ મદદ મળી શકેવિદ્યાર્થીઓએ ગવર્નમેન્ટ ગ્રાન્ટ્‌સ અને સબસીડી જે ઈન્ટરનેશનલ સ્કોલર્સ માટે ઉપલબ્ધ હોય તેનો ફાયદો પણ ઉઠાવવો જોઈએ. પ્રેસિડન્ટ મેક્રોન અત્યારે જેમ બને એમ વધારે ભારતથી વિદ્યાર્થીઓને ફ્રાન્સ બોલાવવાની યોજનાઓ બનાવી રહ્યા છે. તેમની સ્ટ્રેટેજી જ એ છે કે ભારતના વિદ્યાર્થીઓને અહીં આકર્ષિત કરવા. અહીં યુવા આંત્રપ્રિન્યોર્સને પણ પોતાની કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક મળી જાય છે. હવે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ ફ્રાન્સ ભવિષ્યમાં ભારતીય સ્ટુડન્ટ્‌સ માટે એક હોટસ્પોટ બની જશે એમ લાગી રહ્યું છે. ફ્રાન્સમાં ગ્રોથ અને બિઝનેસથી લઈ પાર્ટટાઈમ જોબની તકો પણ વધારે છે.

Related posts

મન કી બાત : વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો

editor

ધોરણ-૯ અને ૧૧ની રિ ટેસ્ટ લેવાશે

aapnugujarat

અમદાવાદ શહેરનું ૬૧૭૯, ગ્રામ્યનું ૬૧.૧૪ ટકા રિઝલ્ટ

aapnugujarat
UA-96247877-1