અમેરિકામાં એક કોલેજની વિદ્યાર્થિનીના મોતના સંદર્ભમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મુના પાંડે નામની ૨૧ વર્ષીય વિદ્યાર્થિની નેપાળની હતી અને તે ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતી હતી. વિદ્યાર્થિનીની હ્યુસ્ટનમાં આવેલા તેના એપાર્ટમેન્ટની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હવે નવા ચાર્જિંગ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે તેની હત્યાના એક વર્ષ અગાઉ એક સ્ટોકર સાથે તેની સમસ્યા રહી હતી. ગુરુવારે હ્યુસ્ટન પોલીસ વિભાગે જાહેર કર્યું કે અધિકારીઓએ ટ્રાફિક સ્ટોપ દરમિયાન ૫૧ વર્ષીય બોબી સિંહ શાહની ધરપકડ કરી છે. હ્યુસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે મુના પાંડેના મૃત્યુ માટે શાહ પર કેપિટલ મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હ્યુસ્ટનના નેપાળી સમુદાયે જણાવ્યું હતું કે મુના પાંડે અમેરિકામાં નર્સનો અભ્યાસ કરી રહી હતી. પોલીસે શરૂઆતમાં જણાવ્યું હતું કે સિક્સટી થ્રી એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ ખાતેના રિઝર્વ સ્ટાફને સોમવારે એક અનામી ટીપ મળ્યા બાદ મુના પાંડેનો મૃતદેહ તેના યુનિટમાં મળ્યો હતો. ડિટેક્ટીવ્સે જણાવ્યું હતું કે ટીપ માટેનો ફોન એક પુરૂષે કર્યો હતો જેનો કોલર આઈડી ન હતો. બોબી સિંહ શાહના ચાર્જિંગ ડોક્યુમેન્ટ્સમાં ઈન્વેસ્ટિગેટર્સે જણાવ્યું હતું કે પીડિતાને ઘણી વખત ગોળી મારવામાં આવી હતી. મુના પાંડે એપાર્ટમેન્ટમાં એકલી જ રહેતી હતી. તેની હત્યાની રાતે તપાસ દરમિયાન તેણીના મિત્રોએ ઈન્વેસ્ટિગેટર્સને જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ તેને સ્ટોકર સાથે સમસ્યા થઈ હતી. જેના કારણે તેણીએ તેના આગળના દરવાજાની બહાર મોશન-એક્ટિવેટેડ કેમેરા લગાવ્યો હતો. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે ડિટેક્ટિવ્સ પણ તેણીના એપાર્ટમેન્ટમાં તેણીનો સેલ ફોન શોધી શક્યા ન હતા. જ્યારે તેમણે ફોન કર્યો ત્યારે તેણીનો નંબર સીધો વોઈસમેઈલ પર ગયો હતો. પોલીસનું માનવું છે કે જેણે પણ મુના પાંડેની હત્યા કરી છે તે મુનાનો ફોન પણ સાથે લેતો ગયો હોઈ શકે છે. તેણીના મિત્રોએ પોલીસને જણાવ્યું કે તેણીના ફોન પર શનિવાર પછી લોકેશન રજીસ્ટર થયું નથી. હ્યુસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટના ડિટેક્ટિવ્સ માટે સૌથી જટિલ બાબત તે શંકાસ્પદ વ્યક્તિનો ફોટો હતો જે તપાસની શરૂઆતના તબક્કામાં બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ૨૪ ઓગસ્ટના રોજ એપાર્ટમેન્ટના આગળના દરવાજામાંથી એક વ્યક્તિ બહાર નીકળતો જોવા મળે છે. ચાર્જિંગ ડોક્યુમેન્ટ્સમાં ઈન્વેસ્ટિગેટર્સને મુના પાંડેની હત્યાની રાતે સિક્યોરિટી કેમેરાના ફૂટેજની એક્સેસ મળી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઈન્વેસ્ટિગેટર્સે જણાવ્યું હતું કે તે જ વ્યક્તિ પાસે હથિયાર છે અને પીડિતાએ તેના હાથમાં એક બ્લેક પર્સ સહિત કેટલીક વસ્તુઓ પકડી રાખી હતી. રેકોર્ડ્સ જણાવે છે કે વ્યક્તિએ વારંવાર પીડિતાને તેના એપાર્ટમેન્ટનો દરવાજો ખોલવાનું કહ્યું હતું. ઈન્વેસ્ટિગેટર્સનું કહેવું છે કે તે પુરૂષે તેની બંદૂકની સ્લાઈડ કાઢી તે પહેલા મહિલાને તેવું પૂછતાં સાંભળી શકાય છે કે, “તું શું કરવા જઈ રહ્યો છે?” બાદમાં તેણે મુનાને અંદર ધકેલી હતી અને રાત્રે ૮.૪૧ વાગ્યે દરવાજો બંધ કરતો જોવા મળે છે. ત્યારબાદ રાત્રે ૯.૪૮ વાગ્યે શંકાસ્પદ હાથમાં પર્સ સાથે યુનિટમાંથી બહાર આવતો જોવા મળે છે. ઈન્વેસ્ટિગેટર્સે એક પાડોશી સાથે પણ વાત કરી જેણે ફૂટેજમાં વર્ણવવામાં આવેલી સમાન ટાઈમ ફ્રેમની આસપાસ મુનાના એપાર્ટમેન્ટમાં જોરથી થમ્પિંગ થયું હોવાની જાણ કરી હતી. મુનાની હત્યા કરનારા શંકાસ્પદનો ફોટો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને કેટલીક વિશ્વસનીય ટિપ્સ મળી હતી. જેણે બોબી સિંહ શાહને મર્ડર કેસ સાથે જોડવામાં મદદ કરી હતી. ચાર્જિંગ ડોક્યુમેન્ટ્સ અનુસાર હિલક્રોફ્ટ સ્ટ્રીટ રેસ્ટોરાંના માલિકે પોલીસને જણાવ્યું કે મુના પાંડે તેમની નિયમિત કસ્ટમર હતી. ઈન્વેસ્ટિગેટર્સ રેસ્ટોરાં માલિકના એક પરિચિત પાસે ગયા હતા જેણે તેમને કહ્યું હતું કે, શાહ પણ રેસ્ટોરાંમાં નિયમિત આવતો હતો અને સંભવિત બિઝનેસ પાર્ટનર તરીકે ઓળખે છે. ઈન્વેસ્ટિગેટર્સે જણાવ્યું હતું કે, બિઝનેસ રિલેશનશિપ માટે શંકાસ્પદના ડ્રાઈવર્સ લાઈસન્સની જરૂર હતી જેનો ડિટેક્ટિવ્સ દ્વારા શાહને ફૂટેજ સાથે મેચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચાર્જિંગ ડોક્યુમેન્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, પોલીસને અન્ય એક મહિલા તરફથી પણ ટિપ મળી હતી. તે મહિલા હ્યુસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમેજમાં રહેલા શખસને તરત જ ઓળખી ગઈ હતી.
મહિલાએ કહ્યું હતું કે, તે શંકાસ્પદને ૧૨ વર્ષ પહેલા એક કથિત ’સુગર ડેડી’ વેબસાઈટના માધ્યમથી મળી હતી. તેણી તેને બોબી શાહ તરીકે ઓળખે છે. આમ ઘણી બધી કડીઓ જોડીને પોલીસ અંતે બોબી સિંહ શાહ સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી.