ડબલ ડેકર ઓવરનાઈટ એસી ટ્રેન જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવનાર છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ટ્રેનને લઈને માંગ જાવા મળી રહી હતી. હાઈ ડિમાન્ડ અથવા તો વધુ માંગ ધરાવતા રૂટ ઉપર આ ટ્રેન દોડાવવામાં આવશે. સ્પેશિયલ ક્લાસ સર્વિસ તરીકે આ ટ્રેન રહેશે. જેમાં ખૂબ જ આરામદાયક સીટો રહેશે. ૧૨૦ સીટના એસી કોચમાં ઓટોમેટીક ફુડ અને ટી, કોલ્ડ્રીન્ક વેન્ડીંગ મશીનો ગોઠવવામાં આવશે. યાત્રીઓ માટે તેમાં આ પ્રકારની સુવિધા રહેશે. ઉત્કૃષ્ટ ડબલ ડેકર એસી યાત્રી (ઉદય) એક્સપ્રેસ ટ્રેન જુલાઈ મહિનામાં શરૂ થઈ જશે. ઉદય સર્વિસ દિલ્હી-લખનૌ જેવા ભારે માંગ ધરાવતા રૂટ ઉપર દોડશે. આ ટ્રેનનું ભાડુ નિયમિત મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં થ્રી એસી ક્લાસ કરતા પણ ઓછા રહેશે. દરેક કોચમાં વાયફાઈ સ્પીકર સુવિધાની સાથે એલસીડી સ્ક્રીન રહેશે. ડબલ ડેકર ઉદયમાં યુએસપીની સુવિધા રહેશે. થ્રી એસીના ભાડા કરતા ઓછા ભાડામાં આ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે. રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે આ ટ્રેનમાં અન્ય ટ્રેનો કરતા ૪૦ ટકા વધારે યાત્રીઓ લઈ જવાની સુવિધા રહેશે. આનાથી વધુ માંગ ધરાવતા રૂટ ઉપર ધસારાને પહોંચી વળવામાં સફળતા મળશે. અલબત્ત તેમાં ઓવર નાઈટ સર્વિસ હોવા છતાં સ્લીપર બર્થ રહેશે નહીં. યાત્રાને વધુ આરામદાયક બનાવવાના હેતુસર અન્ય સુવિધાઓ તેમાં ઉમેરવામાં આવી છે. તેમાં આરામદાયક સીટો રહેશે. રાત્રિ ગાળા દરમિયાન આરામ કરવા માટે સીટ હોવા છતાં વધુ જગ્યાઓ રહેશે. ટોચના આંતરિક ભાગમાં અતિ આધુનિક લુક ધરાવતા ડિઝાઈનમાં સુવિધાના સાધનો રહેશે. બાયો ટોયલેટની સુવિધા રહેશે. જ્યાં સુધી કેટરીંગની વાત છે તેમાં પ્રી-કુક્ડ હોટ ફુડની સુવિધા રહેશે. દરેક કોચમાં ફુડ વેન્ડીંગ બોક્સ ગોઠવવામાં આવશે. રેલવે બજેટ ૨૦૧૬-૧૭માં આની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેન હાઈડેન્સીટી રૂટ ઉપર ૧૧૦ પ્રતિ કલાકની ઝડપે દોડશે. યાત્રીઓને વધુને વધુ સુવિધા આપવાનો હેતુ આમાં રાખવામાં આવ્યો છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ યાત્રીઓની સુવિધા ઝડપથી વધે તે હેતુસર એક પછી એક પગલાં લઈ રહ્યા છે. આ ટ્રેન પણ લોકો તરફથી સારા પ્રતિસાદ મેળવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ડબલ ડેકર ઓવરનાઈટ એસી ટ્રેન જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યા બાદ કયા કયા રૂટ પર દોડશે તે સંદર્ભમાં ટૂંકમાં સમયમાં નિર્ણય લેવામાં આવશે.
આગળની પોસ્ટ