Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળના વાયનાડમાં વિનાશ જ વિનાશ, ભૂસ્ખલનને કારણે 143ના મોત

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યુ છે. મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું.જેમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 143 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતાને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. વાયનાડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના મંગળવારે વહેલી સવારે બની હતી, જેના કારણે ઘરોમાં સૂઈ રહેલા લોકોને બચવાની તક પણ મળી ન હતી.  કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે જિલ્લામાં સ્થાપિત 45 રાહત શિબિરોમાં 3,000 થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે. વિજયને જણાવ્યું હતું કે પહેલો ભૂસ્ખલન રાત્રે 2 વાગ્યે થયો હતો, ત્યારબાદ બીજી ભૂસ્ખલન સવારે 4:10 વાગ્યે થઈ હતી. આર્મી, નેવી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની મોટી સંખ્યામાં બચાવ ટીમો પ્રતિકૂળ હવામાન વચ્ચે પીડિતોની શોધ કરી રહી છે અને પીડિતોને જરૂરી સહાય પૂરી પાડવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે લોકોને શોધવા અને મદદ કરવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વરસાદને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે રેસ્ક્યુ ટીમને લોકોના મૃતદેહ બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે તમામ સંભવિત પ્રયાસો ચાલુ છે. ત્રિવેન્દ્રમ, બેંગલુરુ અને દિલ્હીથી સર્વિસ એરક્રાફ્ટ દ્વારા વધારાની ટુકડીઓ, મશીનો, ડોગ સ્ક્વોડ અને અન્ય આવશ્યક રાહત સામગ્રીને એરલિફ્ટ કરવામાં આવી રહી છે.  અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી હતી અને ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં સેના દ્વારા કરવામાં આવી રહેલી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. હોસ્પિટલોમાં ચીસોથી કોઈનું પણ કાળજુ કંપાવી દઇ શકે છે. લોકો પોતાના પ્રિયજનોની શોધમાં અહીં-ત્યાં ભટકી રહ્યા છે. દરેક વ્યક્તિ આ સમાચારની રાહ જોઈ રહ્યા છે જ્યારે કોઈ તેમને કહે કે તેમનો પરિવાર સુરક્ષિત છે.

એક મહિલા કહે છે, સવારે સંબંધીઓએ ફોન કર્યો હતો. તેણે કહ્યું કે આખો પરિવાર ગુમ છે. મકાન પણ ધરાશાયી થયું છે. ફોન આવ્યા બાદથી હું તે લોકોને શોધી રહ્યો છું પરંતુ આજ સુધી કોઈ મળ્યું નથી. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે મારી પત્ની અને પુત્ર મારી બહેનના ઘરે ગયા હતા. પરંતુ ઘર પાસે રહેતો મારો ભાઈ અને તેનો પરિવાર ત્યાં જ રોકાઈ ગયો હતો. હવે એ લોકો વિશે કંઈ જ ખબર નથી.

Related posts

Biswa Bhusan Harichandan as Andhra Pradesh and Anusuiya Uikey’s appointed Chhattisgarh new governor

aapnugujarat

પંજાબમાં ટ્રેલર નીચે કાર કચડાતા પરિવારનાં ત્રણનાં મોત

aapnugujarat

PM ने लगाई कांग्रेस को लताड़, कहा मुझे जितनी गाली देनी है दो, पर देश के खिलाफ मत बोलना

aapnugujarat
UA-96247877-1