મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર ધકેલાયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટી મુશ્કેલીઓ સામનો રહી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી એનસીપીના પ્રમુખ અજિત પવારનું નિવેદન અને તેમના અહેવાલો ચર્ચાના ચગડોળે ચઢ્યા છે.
મળતા અહેવાલો મુજબ અજિતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકોની માંગણી કરી ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે.
અજિત પવારની પાર્ટી દ્ગઝ્રઁએ લોકસભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક જીતી છે, તેમ છતાં તેઓ વિધાનસભામાં વધુમાં વધુ બેઠકોની માંગણી કરી ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની વાત કરીએ તો શિવસેના અને એનસીપી વધુમાં વધુ બેઠકોની માંગણી કરી રહ્યા છે, તો બીજીતરફ ભાજપ પણ રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી મોટાભાગની બેઠકો તેની પાસે રાખવા માંગે છે.
હાલ ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી બની ગયો છે, કારણ કે, રાજ્યની કુલ બેઠકો ૨૮૮ છે અને અજિતની એનસીપી વિધાનસભાની ૮૦થી ૯૦ બેઠકો પર દાવો કરી રહી છે. તો મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના પણ ૧૦૦ બેઠકોની અપેક્ષા રાખી રહ્યું છે. જ્યારે ભાજપ પોતે ૧૭૦-૧૮૦ બેઠકો પર લડવા માંગે છે.
થોડા દિવસો પહેલા અજિત પવારે વધુ બેઠકો મેળવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ ઉપરાંત ભાજપના નેતાઓ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ અજિત પવારના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી ચુક્યા છે. જોકે તેમ છતાં અજિત ભાજપ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે ભાજપ માટે અજિત પવારની ડિમાન્ડ પુરી કરવી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે.
અજિતે અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, બેઠક વહેંચણીનો મુદ્દો લોકસભા ચૂંટણીની જેમ લટકાવવામાં ન આવે. આ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે.
પાછલી પોસ્ટ