Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

પુલવામા ખાતે પીડીપીના નેતા અબ્દુલ ગનીરની હત્યા

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અબ્દુલ ગનીદારની આજે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્રાસવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવતા તેમના સમર્થકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યં હતું કે ગની ઉપર આ હુમલો પુલવામામાં પીંગલાન અને પાહુ ગામની વચ્ચે કરવામાં આવ્યો હતો. તેઓ શ્રીનગર તરફ જઈ રહ્યા હતા. ત્રાસવાદીઓએ તેમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમને શ્રીનગરમાં એસએનએચએસ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. પહેલી નવેમ્બર ૨૦૧૪ના દિવસે પીડીપીમાં સામેલ થતા પહેલા ગની કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયેલા હતા. પીડીપી નેતાની હત્યા એવા સમયે થઈ હતી જ્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં વાતચીત કરી રહ્યા હતા. મોદી અને મહેબુબા વચ્ચે જુદા જુદા મુદ્દા પર આશરે અડધા કલાક સુધી વાતચીત થઈ હતી. આ મિટીંગમાં કાશ્મીરમાં પથ્થરબાજીની વધતી ઘટનાઓની સાથે સાથે અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અત્રે નોંધનિય છે કે જમ્મુ-કાશ્મીરમાં જારી હિંસા અને ભાજપ-પીડીપી વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડના પડછાયા હેઠળ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. વાતચીત આશરે અડધા કલાક સુધી ચાલી હતી. આ વાતચીતમાં કાશ્મીરમાં પથ્થરબાજાને લઈને ઉભી થયેલી Âસ્થતિ, રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધનને બચાવી લેવાના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. મુફતીએ મોડેથી કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ વાતચીત કરી હતી.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ૨૭ વર્ષમાં ૪૦ હજારથી વધુના મૃત્યુ : હેવાલમાં ધડાકો

aapnugujarat

29 जुलाई को उत्तर प्रदेश की नवनियुक्त राज्यपाल आनंदीबेन पटेल लेंगी शपथ

aapnugujarat

પટનામાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા

editor

Leave a Comment

URL