ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન આજકાલ પોતાના સંબંધોને લઈને ઘણા ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કપલ અલગ થઈ રહ્યું છે. જો કે, બંનેએ અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે. અણબનાવના સમાચારે ત્યારે વેગ પકડ્યો જ્યારે અભિષેક બચ્ચન તેના પરિવાર સાથે અનંત-રાધિકાના લગ્નમાં આવ્યો અને ઐશ્વર્યાએ તેની પુત્રી આરાધ્યા સાથે અલગ એન્ટ્રી કરી.
અભિષેક અને ઐશ્વર્યાને અલગ જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા. એક સમયે બંને કપલ ગોલ નક્કી કરતા અને હવે તેઓ અલગ-અલગ જોવા મળી રહ્યા છે. ઐશ્વર્યા તેના સાસરિયાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે નથી જોવા મળી રહી. આ વચ્ચે એવું સામે આવ્યુ છે કે ઐશ્વર્યા અને અભિષેક અમિતાભ બચ્ચનના જલસા બંગલામાં નથી રહી રહ્યા.
આ કોઇ અફવા નથી પણ આ વાતનો ખુલાસો પોતે ભિષેક બચ્ચને કર્યો છે. ફિલ્મ મનમર્ઝિયાના પ્રમોશન દરમિયાન અભિષેકે કહ્યું હતું કે તે ક્યાં રહે છે. અભિષેક બચ્ચન અને વિકી કૌશલ ફિલ્મ મનમર્ઝિયાના પ્રમોશન દરમિયાન સાથે હતા. ઈન્ટરવ્યુમાં વિકીને અભિષેકના જીવન વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. તેને પૂછવામાં આવ્યું કે અભિષેકના ઘરનું નામ શું છે.
ઘણો સમય વિચાર્યા પછી વિકીએ કહ્યું- જલસા. અભિષેકે કહ્યું કે આ જવાબ ખોટો છે. મારા માતા-પિતા જલસામાં રહે છે. હું વત્સમાં રહું છું જે તેની બાજુમાં છે. અભિષેકના આ જવાબ પછી દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઐશ્વર્યા તેના સાસરિયાઓ સાથે નથી રહેતી.