કોમ્પ્યુટરથી ચાલતા વિશ્વમાં આજે એક એવી ઘટના બની છે જેના કારણે બેન્કો, એરલાઈન્સ, હોસ્પિટલ ચેઈન્સની કામગીરીને અસર થઈ છે. આજે સવારથી માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થઈ જવાના કારણે કોમ્પ્યુટરને લગતી મોટા ભાગની કામગીરી થઈ શકતી નથી. ટોચની એરલાઈનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવી છે અને જ્યાં ઉડાન ચાલુ છે ત્યાં પણ મેન્યુઅલી બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે. માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થવાના કારણે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત તમામ દેશોની ફ્લાઈટ સેવા પર અસર પડી છે.